ફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યું
છેલ્લા એક વર્ષથી બિલ્ડરો અને ગ્રાહકોની ટીંગાટોળી
ત્રણેય ઝોનમાંથી આવેલ 5077 કમ્પ્લીશન માટેની અરજી પૈકી હાઇરાઇઝને બાદ કરી બાકીના બાંધકામોને બીયુ અપાયા
રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફલાવર બેડનો ઇસ્યુ ઘણા સમયથી ઉભો થયો છે. બિલ્ડરો દ્વારા સરકાર પાસેથી એફએસઆઇમાં છુટછાટ લઇ ગ્રાહકો પાસેથી કાર્પેટ મુજબ પૈસા વસુલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા શહેરી વિકાસ મંત્રાલયે ફલાવર બેડના નામે મળતી છૂટછાટ બંધ કરી હતી.
જેના લીધે છેલ્લા એક વર્ષ દરમિયાન મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગના ત્રણેય ઝોનમાંથી 5077 અરજી બીયુ સર્ટી માટેની આવેલ જેમાંથી ફલાવર બેડનો લાભ લીધો હોય તેવી 214 પૈકી ફકત 14 ઇમારતોને બીયુ સર્ટી આપવામાં આવ્યુ હોવાનુ ટીપી વિભાગમાંથી જાણવા મળેલ છે.
શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રણેય ઝોનમાંથી નવા બાંધકામો બનાવવા માટેના પ્લાન ટીપી વિભાગમાં રજૂકરવામાં આવેલ જે મંજૂર થયા બાદ આ બાંધકામોના બીયુ સર્ટી માટે અરજી કરવામાં આવેલ જેમાં ફરી વખત ફલાવર બેડનો ડખ્ખો જોવા મળ્યો છે. એક વર્ષ દરમિયાન 214 હાઇરાઇઝ બીલ્ડિંગોના બીયુ સર્ટી માટે અરજી કરવામાં આવેલ જે પૈકી ફરત 14 હાઇરાઇઝોને કંપ્લીશન મળ્યું હોવાનું જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા પૂછામાં આવેલા સવાલના જવાબમાં જણાવવા આવ્યું છે.
સરકાર દ્વારા ફલાવર બેડમાં અપાથી છૂટછાટ એકા એક બંધ કરી દેવાતા અગાઉ પ્લાન મંજૂર થઇ ગયા હોય અને ફલાવર બેડનો લાભ લઇ બાંધકામ ખડકી દીધુ હોય તેવા બિલ્ડોરમાં દેકારો બોલી ગયો હતો.
અને તેના માટે સરકારમાં બિલ્ડર એસોશીએશને અનેક વખત રજૂઆત કરી છે. તેમજ તાજેતરમાં મુખ્યમંત્રીએ પણ ફાલવર બેડ પ્રકરમાં ઘટતુ કરવાની ખાતરી આપી હતી. તેમજ ગઇકાલે રાઘવજીભાઇ પટેલની અધ્યસ્તામાં યોજાયેલ મીટીંગમાં આ મુદાનો ઉલ્લેખ કરવામાં આવેલ છતા આજથી સ્થિતીએ એટલે તા.1/6/2024થી તા.9/7/25 સુધીમાં કુલ 5077 બીયુ અંગેની અરજી આવેલ જે પૈકી 15 મીટરથી 25 મીટર તથા 25મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી 214 બિલ્ડિંગોની અરજી આવેલ જેમાંથી માત્ર 14ને બાંધકામ પરમીશન મળી હોવાનુ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા ટાઉનપ્લાનિંગ વિભાગના તા.1/6/24થી તા.9/7/25 સુધી બાંધકામ પ્લાનની 6712 અરજી આવેલ જે તમામને મંજૂરી આપવામાં આવેલ 0.15મીંથી લઇને 15થી 25મીં. અને 25મી.થી વધુ ઉચાઇના બાંધકામો માટે અરજી આવેલ તેમાજ પ્લાન મુકવામાં આવેલ જેમાં ઇસ્ટઝોનમાં 30-40, વેસ્ટઝોનમાં 25-25 અને સેન્ટ્રલઝોનમાં 1147 સહિત કુલ 6712 પ્લાન રજુ કરવામાં આવેલ જે તમામ મંજૂર થયા બાદ બીયુ સર્ટી માટે અરજી કરવામાં આવી હતી.