વડોદરામાં પૂર નુકસાન સહાય જાહેર
વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોકડ સહાય અપાશે. તેમાં લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂૂ.5, 000ની રોકડ સહાય તથા 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને રૂૂ.20000ની સહાય અને 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને રૂૂ.40000ની સહાય તથા નાની, મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને રૂૂ.85 હજાર સહાય સાથે 5 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવનારને રૂૂ.20 લાખ સુધીની લોન અપાશે.
3 વર્ષ સુધી 7 ટકાના વ્યાજદરે રૂૂ.5 લાખની મર્યાદામાં લોન આપવામાં આવશે. અગાઉ 48 કલાકના અનરાધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાઈ ગયું હતુ. શહેરના કેટલાક વિસ્તારોમાં કમર સુધી તો કેટલાક વિસ્તારમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે વિશ્વામિત્રી નદીના સ્તર વધ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં પાંચ ફૂટથી પણ વધારે પાણી ભરાયા હતા.
વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર શહેર જળમગ્ન થતા દિવસભર રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં એટલું પાણી હતું કે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં તકલીફ પડી હતી.
વડોદરા મહાનગરપાલિકા અનુસાર 5500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કારેલી બાગ, વુડા (વડોદરા અર્બન ડેવલ્પમેન્ટ ઑથોરિટી) સર્કલ, સામ્રાજ્ય બિલ્ડિંગ, સામ ગામ અને સયાજીગંજ વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી હતા. લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા. શહેરના દરેક બ્રિજમાંથી વિશ્વામિત્રી નદીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું હતુ. શહેરના અરણ્ય કોમ્પલેક્સમાં પ્રથમ માળ સુધી પૂરનાં પાણી પહોંચી ગયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ અને લોકોને લાખોનું નુકસાન થયુ હતુ જેમાં હવે સરકારે સહાયની જાહેરાત કરી છે.