રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરામાં ફરી પૂરનું સંકટ, શાળા- કોલેજોમાં રજા જાહેર

11:25 AM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સતત વરસાદથી વિશ્ર્વામિત્રી નદી ભયજનક સપાટીએ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસતા રાત્રે લોકોનું સ્થળાંતર

વડોદરામાં ગઇકાલે ખાબકેલા વરસાદના કારણે ફરી એક વખત વિશ્ર્વામિત્રી નદીના જળસ્તરમાં ફરી એક વખત પુર જેવી સ્થિતિ સર્જાતા રાત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી 200 લોકોનું સ્થળાંતર કરાયું હતું. અગાઉ પુરનો સામનો કરી ચુકેલા વડોદરાવાસીઓએ રાત ઉચ્ચક જીવે વિતાવી હતી અને લોકોમાં ફરી ભયની લાગણી પ્રસરી છે. તંત્ર દ્વારા સ્થળાંતર માટે સીટી બસોની તેમજ ફુડપેકેટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકોએ રાત ઉચ્ચક જીવે વિતાવી હતી.

વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકડ તોળાયું છે.ધીમે ધીમે નદીની સપાટી વધી રહી છે. આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે. વડસર, પરશુરામ ભઠ્ઠા, જલારામ નગર, કમાટીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ગઈકાલે સાંજથી વડોદરામાં વરસાદ વરસ્યો નથી છતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.

શહેરના વડસરથી કોટેશ્વર જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોટેશ્વર ગામ, કાંસા રેસિડેન્સી અને સમૃદ્ધિ ટેનામેન્ટ સહિતની સોસાયટીઓ સંપર્ક વિહોણી બની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ નાઈટ શિફ્ટમાંથી પરત ઘરે જઈ શક્યા નથી. સ્થાનિકોએ કહ્યું કે, અમારા બાળકો ઘરમાં ડરી રહ્યા છે, અમે ઘરે જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. અમારા બાળકોની ચિંતા થઈ રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલ પ્રથમ રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે જેને પગલે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ નગર- 1માં નિશાળ વાળા ઘરોમાં પાણી ભરાવવાની શરૂૂઆત થઈ ગઈ છે. આ પહેલા 24 જુલાઈ અને 26 ઓગસ્ટ આવેલા પૂરમાં પણ અહીં પાણી ભરાયા હતા.

વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. આજે વડોદરા શહેરવાસીઓમાં ફરી એક વાર ચિંતાતૂર બન્યા છે. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ફરી પૂરનું સંકટ ઉભું થવાની શક્યતા છે. વડોદરા શહેરની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. તો અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જેમાં વાઘોડિયા તાલુકાનુ રોપા ગામ બેટમાં ફેરવાઇ જતાં ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગામની પ્રાથમિક સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. અવિરત વરસાદે વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં કહેર મચાવ્યો છે. જિલ્લાના અનેક અંતરિયાળ ગામો જળબંબોળ બની ગયા છે. સતત વરસાદને કારણે ગામો એકબીજા ગામોથી સંપર્ક વિહોણા બની જતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જેમાં રોપા ગામ સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાથી ગ્રામજનોને રાત પસાર કરવી મુશ્કેલ થઈ ગઈ હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાકમાં વિવિધ આશ્રયસ્થાનો તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 2000 નંગ ફૂડ પેકેટ તેમજ સુકા નાસ્તાની અને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ 30 સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે આગોતરા આયોજનના ભાગરૂૂપે ગઉછઋ એક ટુકડી પરશુરામ ભઠ્ઠા વિસ્તાર તેમજ એક ટુકડી સિધ્ધાર્થ બંગલો વિસ્તાર ખાતે ડિપ્લોય કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsHeavy Rainrainvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement