રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-અમદાવાદ વચ્ચે શરૂ થશે ફલાઇટ

01:46 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં અમદાવાદ હાઇ-વે ઉપર હીરાસર ખાતે નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા ધીરે ધીરે વિમાની સેવામાં વધારો થઇ રહ્યો છે અને મુસાફરોની સંખ્યામાં પણ મોટો વધારો થઇ રહ્યો છે. અન્ય રાજયોના શહેરો સાથે જોડતી વિમાની સેવા બાદ હવે રાજકોટને ગુજરાતના જ આર્થીક રાજધાની અમદાવાદ સાથે જોડતી વિમાની સેવા પણ શરૂ થવા જઇ રહી છે.

Advertisement

હાલ રાજકોટ- સુરત વચ્ચે ખાનગી વિમાની સેવા કાર્યરત છે. હવે રાજકોટ- અમદાવાદ વચ્ચે ઇન્ડીગો એરલાઇન્સ આગામી તા.31 માર્ચથી નવી ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે. અને ઇન્ડીગોએ આ ફલાઇટનું સમયપત્રક તથા ભાડુ પણ જાહેર કરી દીધું છે.

મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ વચ્ચે ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા આગામી તા.31 માર્ચથી વિમાની સેવા શરૂ કરવામાં આવનાર છે. ઇન્ડીગો દ્વારા 78 સીટનું વિમાન એટીઆર-72 દર અઠવાડીયે છ દિવસ રાજકોટ- અમદાવાદ વચ્ચે આવ-જા કરશે. આ ફલાઇટનું વેબસાઇટ ઉપર બુકીંગ શરૂ થઇ ગયું છે અને ભાડુ રૂા.3 હજાર આસપાસ બતાવે છે.

આ ફલાઇટના જાહેર થયેલા સમય પત્રક મુજબ ઇન્ડીગોની ફલાઇટ સીઇ-7296 બપોરે 2-30 કલાકે અમદાવાદથી રવાના થઇ 3-30 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડ થશે અને રાજકોટથી ફરી બપોરે રવાના થઇ સાંજે 4-50 કલાકે અમદાવાદ પહોંચાડશે. આમ રાજકોટથી અમદાવાદ પહોંચવા માટે આ ફલાઇટ માત્ર એક કલાક લેશે.

જો કે રાજકોટ- અમદાવાદ સિકસ લેન હાઇવેનું કામ પણ હવે પુર્ણ થવામાં છે અને તા.31 માર્ચ સુધીમાં સિકસલેન હાઇ-વે શરૂ કરી દેવામાં આવનાર છે. આ હાઇ-વે પૂર્ણ થતા કાર માર્ગે પણ રાજકોટથી અમદાવાદ પહોંચવામાં 3-30 કલાક જેટલો જ સમય લાગે તેમ હોય રાજકોટ-અમદાવાદ વચ્ચેની વિમાની સેવાનો લાભ લેવા માટે રાજકોટથી હીરાસર પહોંચવા બોર્ડીંગ સિકયુરીટી ચેકઅપ વિગેરે માટે બે કલાકનો સમય વેડફાઇ જાય તેમ હોય આ વિમાની સેવાનો લાભ લોકો લ્યે તેવી શકયતા ઓછી છે.

Tags :
gujaratgujarat newsrajkot newsRajkot-AhmedabadRajkot-Ahmedabad Flight
Advertisement
Next Article
Advertisement