રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

PMના આગમન પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ: SPGના IGનું આગમન

01:26 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ રાત્રિ રોકાણ જામનગરમાં સર્કીટ હાઉસમાં કરવાના છે તે માટે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ચુસ્ત બનાવાયો છે. ગઈકાલે સાંજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. તે પછી આજે સર્કીટ હાઉસની સુરક્ષા ચકાસણી માટે દિલ્હીથી પીએમ ઓફિસના એસપીજી કમાન્ડો ટીમના આઈજી આર.આર. ભગત આવી પહોંચ્યા હતા. તેઓએ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી પ્રેમસુખ ડેલુ સાથે સર્કીટ હાઉસની મુલાકાત લીધી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement