પ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ઠેર - ઠેર ધ્વજવંદન કાર્યક્રમ
શાળામાં બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરી દેશની સ્વાતંત્ર સેનાનીઓને કરશે યાદ
પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે 1950 મા ભારતનુ બંધારણ અમલમા આવ્યુ હતુ. અને ભારત બ્રિટિશ વાલી પણા હેઠળનાં દેશમાથી સંપૂર્ણ પ્રજાસતાક દેશ બન્યો હતો. આ દિવસે ભારત ખરા અર્થમા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ. એકતા અને તાકાતના પ્રતિક એવાં રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિને આખા દેશમાં ખુબ ઉત્સાહપૂર્વક મનાવવામા આવે છે. આ દિવસે સ્કૂલો, કોલેજો, સામાજિક સંસ્થાઓમા ધ્વજ વંદન કરી શહિદોને યાદ કરી પ્રજાસતાક દિન ઉજવાશે.
બાર એસોસિએશન
રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે અને રાજકોટ બાર એસોસિએશનના સયુંકત ઉપક્રમે અને ફેમેલી કોર્ટ, રાજકોટ દ્વારા તા.26 જાન્યુઆરી ને રવિવાર સમય :- સવારે 10:00 કલાકે રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ, ન્યુ કોર્ટ બિલ્ડિંગ, ઘંટેશ્વર સવારે 9:00 કલાકે રાજકોટ ફેમેલી કોર્ટ બિલ્ડીંગ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે રાજકોટ બાર એસોસિયેશનના તમામ સભ્યોને ખાસ પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યુ છે.
મિરામ્બિકા એજયુકેશન ઇન્સ્ટી.
શ્રી મિરામ્બિકા એજયુકેશન ઇન્સ્ટસટયુટમા તા. 26-1-25 રવિવારના રોજ સવારે 8 કલાકે સંસ્થાના ટ્રસ્ટી હર્ષાબા જાડેજાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે. તો આ ઉજવણીમા વિદ્યાર્થીઓ તથા વાલીગણ જોડાશે આ પ્રજાસતાક પર્વની ઉજવણીમા સર્વેને જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ.
ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ
ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલમા તા. 26-1-25 રવિવારના રોજ સવારે 9.30 કલાકે સંસ્થાના ડાયરેકટર ડો. મયુરધ્વજસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે તો આ ઉજવણીમા વિધાર્થીઓ તથા વાલીગણ જોડાશે આ પ્રજાસતાક પર્વની ઉજવણીમા સર્વેને જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ.
શહેરીજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવતા ભાજપ આગેવાનો
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા. ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. 26/1 પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવેલ છે કે દેશના સ્વાતંત્રય સેનાનીઓના ખુબ જ લાંબા સંધર્ષ બાદ ભારતને 15 ઓગષ્ટ 1947 ના દિવસે આઝાદ કરાવ્યો, અને આઝાદી મળયાના લગભગ અઢી વર્ષ બાદ ભારતમાં પોતાનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું, તા. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે આપણી સંસદ દ્વારા ’સંવિધાન’ ને બહુમતી દ્વારા પસાર કરી અમલમાં મુકવામાં આવ્યું હતું.
અનેક સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્રય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યુંહતું અને તેમનું સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભુત થયું હતું ત્યારથી દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉજવાઇ રહયો છે અને તેમના શાસનકાળ દરમ્યાન વર્ષ 2025 ભારતના વિકાસ માટે અસંખ્ય નવી તકો લઈને આવ્યું છે. જગતની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની આપણી યાત્રા આ વરસે વધારે વેગ પકડશે. આજે ભારત વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતાનું પ્રતીક છે. ભારતની આ ભૂમિકા 2025 માં વધુ મજબૂત બનશે તે સૌ દેશવાસીઓ માટે ગૌરવરૂૂપ વાત છે.
શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા મનપાના પદાધિકારીઓ
‘પ્રજાસત્તાક દિન’ અથવા ‘ગણતંત્ર દિવસ’ 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ.1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ ‘પ્રજાસત્તાક’ (ગણતંત્ર) દેશ બન્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસકક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ આ 76 મા ‘પ્રજાસત્તાક પર્વ’ નિમિતે આપણે બધા દેશ પ્રત્યે પોતાના સંકલ્પને દોહરાવતા બંધારણના મૂલ્યોની રક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કરેલ છે તેમજ શહેરીજનોને 76 માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ખુબ ખુબ શુભેચ્છા અને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવતીકાલે ધ્વજવંદન કાર્યક્રમ
એન.સી.સી કેડેટસ પરેડ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના હસ્તે કેમ્પસ પ્લાઝા ખાતે આવતિકાલે સવારે ધ્વજવંદન કરવામાં આવશે જેમા એન.સી.સી. ના કેડેટસ દ્વારા માર્ચ કરવામાં આવશે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સંબોધન કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સીલના સભ્યઓ, ડીનઓ, ભવનોના અધ્યક્ષઓ, અધિકારીઓ, પ્રાધ્યાપકઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ધારાસભ્ય ઉદય કાનગડ
68રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને આવતીકાલે તા.26 જાન્યુઆરી- પ્રજાસતાક દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે દેશના સ્વતંત્ર સેનાનીઓના ખુબજ લાંબા સંઘર્ષ બાદ ભારતને 15 ઓગષ્ટ-1947ના દિવસે આઝાદ કરાવ્યો, અને આઝાદી મળ્યાના લગભગ અઢી વર્ષ બાદ ભારતમાં પોતાનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું, ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. તા.26 જાન્યુઆરી, 1950ના દિવસે આપણી સંસદ ઘ્વારા ’સંવિધાન’ને બહુમતી ઘ્વારા પસાર કરી અમલમાં મુકવામાં આવ્યું.
ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ધ્વજવંદન કાર્યક્રમ
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે ધ્વજવંદન
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. 26/1ના રવીવારે, સવારે 8.00 કલાકે પ્રજાસત્તાક દિન નિમિતે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની અધ્યક્ષતામાં અને વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે અને શહેર ભાજપ દ્વારા તીરંગાને આન, બાન અને શાનથી સલામી આપશે. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય ખાતેથી શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા તેમજ સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે સંભાળી રહયા છે. ત્યારે આ ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને શહેર ભાજપ કમલમ કાર્યાલય, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ ખાતે ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.