For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના રંગપરમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ શ્રમિક દાઝયા

02:40 PM Nov 24, 2025 IST | Bhumika
મોરબીના રંગપરમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ શ્રમિક દાઝયા

રાત્રે ગેસ લીકેજ થયો, સવારે દિવાસળી પેટાવતા જ આગ ભભૂકી: પાંચેય દાઝી ગયેલા શ્રમીકોને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા

Advertisement

મોરબી જીલ્લાનાં રંગપર ગામે આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ઓરડીમા ગેસ લીકેઝ થયા બાદ શ્રમીકે દીવાસળી પેટાવતા સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ દાઝી ગયેલા મજુરોને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. આ અંગે રાજકોટની સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પાચેયનાં નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ મોરબી જીલ્લાનાં રંગપર ગામે જેતપર રોડ પર આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ગઇકાલે સાંજનાં સમયે ઓરડીમા ગેસ લીકેજથી ઓરડીમા ગેસ ફેલાયો હતો. ત્યારબાદ શ્રમીકોએ જાગીને દીવાસળી પેટાવતા જ ભડકો થયો હતો અને એક સગીર સહીત પાંચ મજુરો દાઝી ગયા હતા. આ દાઝી ગયેલા શ્રમીકોમા ઇતવાડી બંગાલી (ઉ.વ. રર ), સુરજ બકસી (ઉ.વ. રપ), અમન બકસી (ઉ.વ. ર3 ), વિનય બકસી (ઉ.વ. 17 ) શીવા ભરત (ઉ.વ. ર3 ) ને સારવાર માટે તુરંત રાજકોટની સિવીલ હોસ્પીટલે આવેલા બર્ન્સ વિભાગમા ખસેડાયા હતા.

Advertisement

ત્યા જાણવા મળ્યુ હતુ કે પાંચેય શ્રમીકો મુળ રાજસ્થાનની વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી આ કંપનીમા આવેલી ઓરડીમા રહી ટાઇલ્સ બનાવવાનુ કામ કરે છે. શ્રમીકોએ જણાવ્યુ હતુ કે તેઓ બધા સુતા હતા ત્યારે ઓરડીમા ગેસ લીકેજ થયો હતો જેને કારણે ગેસ સમગ્ર ઓરડીમા ફેલાઇ ગયો હતો અને જાગીને એક શ્રમીકે દીવાસળી પેટાવતા ભડકો થયો હતો અને આગમા પાંચેય શ્રમીકો મોઢા પર અને શરીરે ગંભીર રીતે દાઝયા હતા . હાલ તમામની રાજકોટ સિવીલ હોસ્પીટલમા સારવાર ચાલી રહી છે.

ગરમ પાણીના તપેલામાં પડતા દોઢ વર્ષના બાળકનું મોત
મોરબીનાં સોભેશ્ર્વર રોડ પર મફતીયાપરામા રહેતા ગોવીંદભાઇ ગમારાનો દોઢ વર્ષનો પુત્ર શિવમ ગઇ તા. 18 નાં રોજ રાત્રીનાં સમયે પોતાનાં ઘરે ગરમ પાણીનાં તપેલા પર પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. જયા તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ . મૃતક બે ભાઇમા નાનો હતો અને તેમનાં પિતા ડ્રાઇવીંગ કામ કરતા હોવાનુ જાણવા મળી રહયુ છે. દીકરાનાં મૃત્યુથી ભરવાડ પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement