કરણપરા, કનક રોડ, કોઠારિયામાં પાંચ મિલકત સીલ, રૂા.71,40 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા બજાર વિસ્તારમાં વધુ પાંચ મિલ્કત સીલ કરી રૂા. 71,40 લાખની વસુલાત કરી હતી. તેમજ રજાના દિવસો સહિત તા. 31 માર્ચ સુધી રિકવરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા કરણપરામાં કલ્પતરુ કોમ્પ્લેક્ષમાં ફોર્થ ફ્લોર શોપ નં-404 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.71,353, પ્રહલાદ રોડ પર કૃષ્ણકુંજ શેરીમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.79 લાખ, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-107 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં સેકંડ ફ્લોર શોપ નં-205 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.71,965, કનક રોડ પર જય કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર 1-યુનીટને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.89,154, ગોંડલ રોડ જુના જકાતનાકા સામે મેહુલ બોડી બિલ્ડર્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.00 લાખ, 10-સમ્રાટ ઈન્ડ એરિયામાં જયશ્રી મેન્યુફેક્ચર્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, કોઠારીયા રીંગરોડ પર ગ્રીન પાર્ક સતાધાર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-112 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.50,173, કોઠારીયા રીંગરોડ પર ગ્રીન પાર્ક સતાધાર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-25 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.58,955ની કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.