ગીર સોમનાથ જિલ્લાના પાંચ પોલીસ કર્મીને શિસ્તભંગ મામલે સસ્પેન્ડ કરાયા
ટ્રેનિંગમાં જવાના હુકમનો અનાદર કરી પાંચેય કર્મી સીક રજા પર ઉતરી જતાં પોલીસવડા આકરા પાણીએ
ગીર સોમનાથ જિલ્લામાં પાંચ પોલીસ કર્મચારીઓએ સિસ્તભંગ કર્યુ હોવાને લઈ પોલીસ વડાએ આકરી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લાના પાંચેય પોલીસ કર્મચારીઓને જૂનાગઢ ટ્રેનીંગમાં જવાનો હુકમ કર્યો હતો. જો કે, આ કર્મચારીઓએ હુકમનો અનાદર કરી સીક રજા ઉપર ઉતરી જતાં પોલીસ વડા આકરા પાણીએ થઈ જતાં પાંચેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસને અલગ-અલગ સમયે અમુક દિવસોની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આ ટ્રેનિંગ જિલ્લા બહાર આપવામાં આવતી હોય છે,જેમાં પોલીસને અલગ-અલગ વિષયો પર ટ્રેનિંગ અપાતી હોય છે,ગીરસોમનાથ જિલ્લાના 5 પોલીસકર્મીઓને ટ્રેનિંગમાં મોકલવાનો આદેશ કરાયો હતો પરંતુ તેઓ સીક લીવ પર ઉતરી જતા એસપીએ તેમની સામે આકરા પગલા ભર્યા છે,એસપીના ધ્યાને આવ્યું હતું કે પાંચ પોલીસકર્મીઓ ખોટી રીતે રજા પર ઉતરી ગયા છે જેના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે.
જેમાં સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મચારીઓમાં 1. પ્રકાશકુમાર રામભાઈ વાળા 2. વિજયસિંહ માનસિંહ ડોડીયા 3. સંદીપકુમાર ભીખુભાઇ પરમાર 4. લલીતકુમાર દાનાભાઈ સોસા 5. હર્ષદકુમાર રામભાઈ સેવરાનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં હેડક્વાર્ટરમાં ફરજબજાવતા પાંચેય કર્મચારીઓને ટ્રેનીંગમાં સોરઠ ચોકી/જૂનાગઢ જવા માટે થોડા દિવસો પહેલા હુકમ કરાયો હતો.
પરંતુ આ પાંચેય કર્મચારીઓ ટ્રેનીંગમાં જવાના બદલે સીક રજા ઉપર ઉતરી ગયા હતા. જે મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને ધ્યાને આવતા તેણે પાંચેય કર્મચારી વિરુદ્ધ સિસ્તભંગ મુદ્દે આકરી કાર્યવાહી કરતા તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. જિલ્લા પોલીસવડાની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મછી જવા પામ્યો હતો.