રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી પાંચ લોકોના મોત, 100થી વધુ મકાન ધરાશાયી
જિલ્લાના 26 જેટલા ગામોમાં વીજળી ગુલ, 31 રોડ-રસ્તા બંધ કરાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે રાજકોટ શહેરમાં એક વ્યક્તિ અને જિલ્લામાં ચાર વ્યક્તિઓના મોતની નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે 26 જેટલા ગામોમાં વીજળી ન હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ જિલ્લાના 31 જેટલા રોડ રસ્તાઓ પણ બંધ છે. ગોંડલ ધોરાજી ઉપલેટા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની વધુ અસર જોવા મળી રહી છે કારણ કે ત્યાં ભાદર, મોજ, સહિતના અન્ય નાના-મોટા ડેમો થયાના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે તેમના કારણે ત્રણ તાલુકામાં વરસાદની વધુ અસર જોવા મળી રહી છે. વધુમા જિલ્લા કલેકટર પ્રભાત જોષીએ જણાવ્યું હતું કે હજી પણ બે દિવસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને વરસાદ રહ્યાની સાથે જ સૌથી પહેલા આરોગ્ય અને જે ગામોમાં વીજળી નથી તે ગામોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને તાત્કાલિક કોઈપણ ગામોમાં રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખવામાં આવશે સાથે જે ગામોમાં વીજળી નથી તે ગામોમાં વહેલી તકે વીજળી આવે તે અંગેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે.
હાલ પ્રાથમિક તબક્કે જિલ્લામાં નાના નાના મોટા અને કાચા 100 વધુ મકાનો ધરાસાઈ થઈ આવવાનું સામે આવ્યું છે સાથે જ આવતીકાલથી સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેમાં પશુ મૃત્યુ મકાનો સહિતના સર્વેને કામગીરી હાથ ધરવામાં આવશે. કલેકટર દ્વારા હજી પણ આવતીકાલે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય જેના પગલે લોકોને અપીલ પણ કરવામાં આવી છે. વધુ પાણી ભરાયેલા રસ્તા ઉપર નીકળવું નહીં તેમજ ઓવર થયા હોય તેવા ડેમ સાઈટ પર જવું નહીં તેવી કલેકટર દ્વારા લોકોને અપિલ કરવામાં આવી છે.