રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી નજીક મેડિકલ કોેલેજનો સ્લેબ ધસી પડતા પાંચ ઘવાયા

01:12 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક 500 કરોડના ખર્ચે નવી બની રહેલ મેડિકલ કોલેજમાં છત ભરતી વખતે સ્લેબ તૂટી પડતા પાંચ મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે સદનસીબે કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી. છત તૂટી પડયા બાદ કલાકોનો સમય વીતવા છતાં પણ જવાબદાર તંત્ર પહોંચ્યું ન હતું,ઘટનાની દોઢેક કલાક બાદ પણ છતના કાટમાળમાં ફસાયેલા શ્રમિકને બહાર કાઢવા આજુબાજુમાંથી ગેસ કટરના ધંધાર્થી તેમજ કારખાનમાંથી બોલવાયેલ ગેસ કટરના કારીગરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.સાથે જ ફાયર બ્રિગેડે અને પોલીસ પણ મોડી પહોંચતા ગંભીર દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી શરૂૂ થઈ શક્યું ન હતું

Advertisement

મોરબી મેડિકલ કોલેજની છત તૂટી પડવાની ઘટનામાં શ્રમિક કાટમાળમાં દબાયેલ હોય શ્રમિકનો જીવ બચાવવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે અને આઇસીયું ઓન વ્હીલને પણફ તૈનાત કરવામાં આવી છે.અને 5 કલાક ની જહેમત બાદ દટાયેલા શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો.સાથે જ તમામ ઇજાગ્રસ્ત અને ફસાયેલ શ્રમિકના નામ પણ સામે આવ્યા છે.આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા, ઉ.27 રહે. રૂૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ઉ.30, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ઉ.45 રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના મામલે સરકારને જાણ કરી હોવાનું તેમજ બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર તેમજ જવાબદારોને છોડવામાં નહિ આવે તેમ જણાવી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવી 500 કરોડ રૂૂપિયા પ્રોજેકટમાં બચાવના કોઈ સાધનો ન હોવા અંગે રોષ વ્યકત કરી બેદરકારી દાખવાનાર ને છોડવામા નહીં આવે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement