ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ

01:04 PM Jun 24, 2025 IST | Bhumika
Advertisement

મેંદરડા-માંગરોળમાં પાંચ ઈંચ ખાબકયો : ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ : પાતાપુર, સણાથા, ઈટળા ગામનો રસ્તો બંધ કરાયો

Advertisement

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્વત્ર મેઘરાજાના મંડાણ જોવા મળી રહ્યા છે. રવિવારે વરસાદે જોર પકડયું હતું અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ મેંદરડા અને માંગરોળમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને માણાવદરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે સમગ્ર જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની સાથે વાવણી કાર્ય પુરજોશમાં શરુ કર્યું હતું અને નદી, નાળા અને ચેકડેમો પાણીથી ભરાયા હતા જયારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણના લીધે ગિનાર રોપ-વે સેવા આજે પણ બંધ રાખવી પડી હતી આમતો છેલ્લા 6 દિવસ રોપ-વે સેવા બંધ છે. ધીમી પારે જૂનાગઢ સહિત સોરઠમાં રવિવાર 1 થી 5 ઈંચથી વધુ વરસાદ વરસતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

ત્રણ દિવસથી મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો. મેઘરાજાના આરામથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તાપમાનનો પારો 33 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. જોકે, સોમવારથી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી.પરંતુ સોમવારની સવાર થાય તે પહેલા રવિવારની સવારથી જ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો. જયારે હવામાન વિભાગની આગાહીના પગલે આગામી તારીખ 30 જૂન સુધી સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

રવિવારે જૂનાગઢ સહિત સૌરઠના આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા હતા. અને થોડીવારમાં જ મેઘરાજાએ ઘીમીધારે વરસવાનું શરૂૂ થયો હતો. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં આખો દિવસ મેઘરાજાએ ધીમીધારે વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. એમાંય બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસાવાનું શરૂૂ કર્યું હતું અને સારા વરસાદના લીધે શહેરના માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. જયારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જયારે અનેક ડેમોમાં નવા નીરની અવાક જોવા મળી છે. દરમિયાન ગિરનાર અને દાતાર પર્વત વરસાદી વાદળોથી ઢંકાયેલા રહેતા અનોખો નજારો જોવા મળ્યો હતો. રવિવારની સાંજે શહેરીજનો વરસાદની મજા માણવા માટે ભવનાથ સહિતના વિસ્તારોમાં પહોંચ્યા હતા.

રવિવારે જૂનાગઢ ઉપરાંત માણાવદર વિસાવદર મેંદરડા કેશોદ તાલુકામાં પણ મેથરાજાએ વહાલ વરસાવ્યું હતું. ખાસ કરીને સાંજના ચાર વાગ્યા પછી સમગ્ર જિલ્લામાં મેથાની કૃપા વરસવાની ઝડપમાં વધારો થયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જિલ્લાભરમાં એકંદરે શાંત વરસાદ વરસત કોઈપણ જગ્યાએથી હાલ સુધી કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

જ્યારે જૂનાગઢ તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ ઉબેણ વિયર કેરાળા જળાશયમાં પાણીની આવક વધતા ડેમ 100% ભરાયેલ છે.આથી પંચાયત - માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ હાલ બંધ કરવામાં આવેલ છે. જેમાં (1) પાતાપુર સનાથા ઇટાલા રોડ જ્યાં જવા માટે હાલ વૈકલ્પિક રસ્તો: ખડીયા પાતાપુર રોડ (2) ભાટિયા થાણાપીપળી રોડ વૈકલ્પિક રસ્તો: ભાટિયા મોટા કાજલિયાલા થાણાપીપળી રોડ ને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

પાતાપુર પાસે આવેલ ગૂંદાજળી વિયર (અનગેટેડ) માં પાણીની આવક થતા ડેમ હાલ 90% સુધી ભરાયેલ છે. ગિરનાર પર્વત વિસ્તારમાંથી તીવ્ર પ્રવાહ આવતા ઓવરફ્લો થવાની શક્યતા આથી પાતાપુર,સણાથા,ઇટાળા, સહિતના ગામોને એલર્ટ કરવામાં આવે છે, તેમજ હાલ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSrain fallrivers
Advertisement
Next Article
Advertisement