રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાંચ દિવસ બાકી, વેરા વિભાગના કેસરિયા

05:18 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષના પાંચ દિવસ બાકી હોય રિકવરી ઝુંબેશ વધુ તેજ બનાવી આજે 12 મિલ્કત સીલ કરી 15ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ કનેક્શન કપાત કરી સ્થળ ઉપર રૂા. 66.70 લાખની વેરાવસુલાત કરી હતી.

Advertisement

વેરાવિભાગ દ્વારા કુવાડવા રોડ પર આવેલ પારેવડી ચોક માં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.14.78 લાખ, માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.56,174, રીંગ રોડ માર્કેટયાર્ડ ની બાજુમાં શોપ નં ઇ-10 ની નોટીસ સામે રીકવરી રૂૂ.25,000, ભાવનગર રોડ પર આવેલ યોગી નગરમાં 1-યુનીટની નોટિસ અસામે રિકવરી રૂૂ.80,000, સતા કબીર રોડ પર આવેલ ન્યુ શક્તિ સોસાયટીમાં શેરી નં-2મા 1-નળ કનેક્ષન કપાત સામે રિકવરી રૂૂ.24,910, સતા કબીર રોડ પર આવેલ એસ એસ બી બેગ્લ્સ શોપ નં-4ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.73,000, સંતકબીર રોડ રણછોડનગર માં 1-યુંનીત્નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.58,548ની વસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા રાધાક્રિષ્ના રોડ મોટી ટાંકી ચોક પાસે આવેલ 1-યુનીટ ને સીલ મારેલ, સુભાષ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયકા કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં-304 ફળા; 305 ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.46 લાખ, કાલાવાડ રોડ પર આવેલ ભિક્ષુક કેન્દ્ર ની નોટિસ સામે રિકવરી રૂૂ.25.08લાખ, મવડી રોડ પર આવેલ ઉદય નગરમાં શેરી નં-111-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.96,640, મોટા મોવા રોડ પર આવેલ 1-યુંનીટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.72,894, કાલાવડ રોડ પર આવેલ 1-યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.66 લાખ, મવડી રોડ પર આવેલ વરુડી કોમ્પ્લેક્ષમાં શોપ નં-101 નાબાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.72,500, ગોંડલ રોડ, વાવડી માં આવેલ પ્લોટ નં -49 શેડ નં -1 ભારત સેલ્સ કોર્પોરેસન ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ 50033ની વસુલાત કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement