અરડોઇ ગામે શોક સર્કિટથી પાંચ ઢોરના મોત, મીની ટ્રેકટર અને નીરણ બળી ગયું
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે ખેડૂતની જમીન ઉપર પીજીવીસીએલ ના વાયર નીકળતા હોય પવનના કારણે બંને વાયરો ભેગા થયેલ અને શોર્ટ સર્કિટના તીખારા વાડીમાં બાંધેલી આડશ ઉપર પડેલ અને તેમાં આગ લાગેલ જેમાં પાંચ ઢોર બાંધવામાં આવ્યા હતા તે પાંચે પાંચ ઢોરના મૃત્યુ થવા પામેલ હતા અને એક મીની ટ્રેકટરમાં પણ મોટી નુકસાની થઈ હતી અને ઢોરને ખાવાની નીરણ એક ગાડી પણ બળી ગયેલ હતું.આ ઘટના ખેડૂત ભનુભાઈ હાથીયાની વાડી યે આ ઘટના બની હતી.જેમાં એક બળદ ત્રણ ગાય અને એક ભેંસ એક મીની ટેકટર બળી જવાના સમાચાર જાણવા મળેલ હતા.જેમાં કુલ અંદાજિત પાંચથી છ લાખ રૂૂપિયાની નુકસાની થયાની વિગતો જાણવા મળેલ હતી અને આગની ઘટનામાં ગોંડલ થી ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવેલ હતી તાત્કાલિક જ ફાયર બ્રિગેડ આવીને આગને કાબુમાં લેવામાં આવેલ હતી અને અરડોઈ ના સરપંચ નરસિંહભાઈ ગજેરા એ પોલીસ જાણ કરેલ હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને પીજીવીસીએલના અધિકારીઓ પણ ઘટના સાથે પહોંચી ગયેલ અને ગ્રામજનો પણ ટ્રેકટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે ઘણી મહેનત પણ કરી હતી.