રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડમી સિમકાર્ડથી ગુનો આચરતા પાંચ ઝડપાયા

11:54 AM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ન્યૂડકોલ સહિતની ગેરપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા : નવ ગુનાના ભેદ ઉકેલાયા : સાયબર ક્રાઈમ પોલીસને સફળતા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હોટેલ બુકિંગના નામે થતી ઠગાઈ તેમજ અન્ય પ્રકારે ઓનલાઇન છેતરપિંડી અને આ પ્રકારના વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. જેમાં પોલીસે વડોદરા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કુલ પાંચ શખ્સોને દબોચી લીધા છે. જેની અટકાયત બાદ પોલીસને અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ નવ ગુનાઓનો ભેદ ઉકેલવા સફળતા મળી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલાબંધ વિગત મુજબ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતા દર્શનાર્થીઓના વિવિધ પ્રકારે હોટેલ, ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે આંતરરાજ્ય ટોળકી સક્રિય થયાનું બહાર આવતા આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અને આ બાબતે જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસને તાકીદે કડક કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓને ઝડપી લેવા માટેની અપાયેલી સૂચના અંતર્ગત જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા ચુનંદા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી અને આવા પ્રકરણમાં ડમી પ્રિ-એક્ટિવ સીમકાર્ડનું વેચાણ કરનારા તથા ફેક વેબસાઈટ અને સીમકાર્ડનો ઉપયોગ કરી અને છેતરપિંડી કરવા તેમજ ન્યુડ કોલ ફ્રોડના પાંચ આરોપીઓને દબોચી લેવા માટે સફળતા મેળવી હતી.

આ પ્રકરણમાં પોલીસે વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા મોનાર્ક મહેશભાઈ પટેલ (ઉ.વ. 24), રાજસ્થાન રાજ્યના ડીગ જિલ્લાના કામા તાલુકામાં રહેતા ધનસિંઘ ગોપાલ ગુર્જર (ઉ.વ. 26), પહાડી તાલુકાના રસીદ જશમાલ મેવ (ઉ.વ. 24), મધ્યપ્રદેશ રાજ્યના રેવા જિલ્લાના હુઝુર તાલુકાના રહીશ અને વેબ ડેવલપર તરીકે કામ કરતા નીરજ સુશીલ ત્રિવેદી (ઉ.વ. 35), અને મધ્યપ્રદેશ રાજ્યના ખજુરીતાલના મૂળ વતની અને હાલ નહેરુનગર (જી. રેવા, એમ.પી.) ખાતે રહેતા કૌશલેન્દ્રપ્રસાદ મોહનપ્રસાદ વર્મા (ઉ.વ. 32) નામના પાંચ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા મેળવવામાં આવેલી વિગત મુજબ માત્ર નવ ચોપડી ભણેલો વડોદરાનો મોનાર્ક મહેશભાઈ પટેલ અગાઉ એકાદ વર્ષ સુધી એરટેલ તથા જીઓ સિમ કાર્ડના વિક્રેતા તરીકે કામ કરતો હતો. તેના દ્વારા થોડા સમય પૂર્વે રાજસ્થાની ધનસિંગ તેમજ સંજી નામના શખ્સો સંપર્કમાં આવ્યા હતા અને રૂૂ. 350 માં ડમી સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું. આથી મોનાર્ક તેની પાસે આવતા ગ્રાહકોના આધાર નંબર અને ફિંગર પ્રિન્ટ મેળવી અને યુક્તિ-પ્રયુક્તિથી ડમી સીમકાર્ડ એક્ટિવ કરી, 30-40 સીમ કાર્ડ રાજસ્થાનના ઉપરોક્ત બંને શખ્સોને કુરિયર દ્વારા મોકલી આપતો. આ રીતે ડમી સીમકાર્ડનું રેકેટ ચલાવીને તેણે 600 થી વધુ સીમકાર્ડ રાજસ્થાનના ડિગ જિલ્લામાં મોકલાવી આપ્યા હોવાનું તથા આનાથી અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.

અન્ય આરોપી ધનસિંઘ ગોપાલ ગુર્જર 10 ચોપડી ભણેલો છે. તેણે વડોદરાથી પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડની ખરીદી કરી અને અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ કરનારા ગુનેગારોને વેચ્યા હોવાનું તેમજ અન્ય આરોપી તેના જ ગામના નફીસ નામના વ્યક્તિની સાથે મળી અને હોટેલ ફ્રોડના ગુનાઓમાં કામ કરતો હોવાને કબુલાત પોલીસ સમક્ષ થઈ છે.

ત્રીજો આરોપી રાસીદ જશમાલ ટીવાય.બી.એ.માં અભ્યાસ કરતો હોવાનું આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવવાની ધમકીઓ આપી અને રૂૂપિયા સાડા ચાર લાખની ઓનલાઈન છેતરપિંડી કરાયાનું પણ વધુમાં જાહેર થયું છે.
ચોથા આરોપી મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં રહેતા નીરજ સુશીલ દ્વિવેદી બી.ફાર્મ. સુધીનું ભણેલો છે. તેના દ્વારા યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઇન યુ.પી.એસ.સી.ના કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે.
આ કામગીરી દરમિયાન ખંભાળિયા, દ્વારકા, આણંદ,અંબાજી તેમજ પહાડી (ડિગ - રાજસ્થાન)ના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ, આઈ.ટી. એક્ટ વિગેરેના જુદા જુદા ગુનાઓનો ભેદ ખુલવા પામ્યો છે.

 

આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ, પી.એસ.આઈ. એસ.આર. ઝાલા, સુનિલભાઈ કાંબલીયા, એમ.એચ. ચૌહાણ, ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઈ કેસરિયા, હેમતભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, રાજુભાઈ, હેભાભાઈ, પબુભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
(તસ્વીર : કુંજન રાડિયા)

Tags :
dummy SIM cardDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement