કોડીનારમાં ચેમ્બર પ્રમુખના પુત્ર પર હુમલો કરનાર પાંચની અટકાયત
જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા
ગઈકાલે કોડીનારમાં દબાણ હટાવ ઝુંબેશ વખતે મહેશભાઈ મકવાણા હરેશભાઈ દમણીયા રફીકભાઈ સેલોત રમેશભાઈ ચુડાસમા મહેશભાઈ કામળિયા મહેબૂબ તલવાર રફીક સેલોત તથા મુનાફ બકાલી સહિત 200 લોકોના ટોળા સામે મામલતદાર એ ફરજ રૂૂકાવટ સહિતની કરેલી ફરિયાદ બાદ ધરપકડ કરાયેલા આ તમામ લોકોને કોર્ટ માં રજૂ કરતા કોર્ટે આ તમામને જામીન ઉપર મુક્ત કર્યા હતા .
બાદમાં આ આઠ પૈકી પાંચ લોકો સામે કોડીનાર ચેમ્બર પ્રમુખના પુત્ર એ તેમની દુકાન ઉપર હુમલો કરવા અને માર મારવા તેમજ સોનાનો ચેન ઝૂંટવી જવા અને ચેમ્બર પ્રમુખના ખિસ્સામાંથી રૂૂપિયા 500 નું બંડલ કાઢી જવા અંગે કરેલી ફરિયાદમાં પોલીસે ધરપકડ કરેલા મહેશભાઈ મકવાણા, રમેશ ચુડાસમા, મુનાફ બકાલી, હરેશભાઈ દમણીયા અને રફીક સેલોતને ફરીથી ધરપકડ કરીને આ તમામને આજે બપોરે કોર્ટમાં રજૂ કરતા અને તેમની રિમાન્ડ માગતા કોર્ટે તમામના રિમાન્ડ ની માંગણી ના મંજૂર કરી હતી.
આ તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરતા આ પાંચેય લોકોને જૂનાગઢની જેલ હવાલે કરવામાં આવેલ છે.