સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત
જામનગર નજીક સચાણા માં રહેતો અને માછીમારી કરતો અસગર ઇસાભાઈ જગા નામનો 45 વર્ષનો વાઘેર યુવાન ગત 12 તારીખે સવારે પાંચેક વાગ્યાના અરસામાં દરિયાઈ પગદંડી માં ચાલીને માછીમારી કરવા માટે ગયો હતો. જે દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને દરિયાના પાણીમાં પડી ગયો હતો.
જેમાં કાદવમાં ખૂંપી જતાં બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના કુટુંબી અમીન સુલેમાનભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છ
હનુમાન ટેકરીમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશ ખીમજીભાઈ પડાયા નામના 32 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પતરા ની આડશમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે મૃતકના ભાઈ રાહુલ ખીમજીભાઇ પડાયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.