For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલા ધૂણીને પ્રજાને છેતરી, હવે ભૂવાઓને પોલીસ ધુણાવશે

04:41 PM Jul 12, 2024 IST | admin
પહેલા ધૂણીને પ્રજાને છેતરી  હવે ભૂવાઓને પોલીસ ધુણાવશે

પારડીના ભૂવાની કપટલીલાનો જાથાએ પર્દાફાશ કર્યા બાદ ભૂવા સહિત 5 સામે શાપર પોલીસમાં નોંધાયો ગુનો

Advertisement

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી દોરા-ધાગા, ધૂણવું, જોવાના ધતિંગ કરનાર ભુવા ધીરૂૂભાઈ મગનભાઈ ઘરસુડીયા પટેલનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી 1255 મો સફળ પદાફાશ કર્યો હતો. ભુવાને દાણા જોવાની વિધિ ડિંડક સાબિત થવાથી કબુલાતનામું સાથે માફી માંગી બંધની જાહેરાત કરી હતી. રીમાએ ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો નોંધાવતા ચકચાર મચી છે.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે સરધાર ગામના બાબુભાઈ બાલાભાઈ ઢાંકેચા, દિકરી રીમા સાથે પરિવાર આવીને આપવિતીમાં માહિતી આપી તેમાં પારડીના ભુવા ઘીરૂૂના કારણે બે પરિવારોમાં વિખવાદ થયો અને દિકરી રીમાને બે મહિના પહેલા ષડયંત્ર મુજબ સાસરીયા પાના મુકી ગયા બાદ દાણા જોવામાં રીમાનું લગ્ન જીવન સમાપ્ત નહિ થાય તો પરિવારમાં કોઈકનું મોત થશે તેવું કારણ આપી તેડવા આવતા ન હતા. પતિ સહિત ઘરના સદસ્યોએ 25 તોલા સોનું હસ્તગત કરી લીધું અને પિયર પાને જાકારો આપી દીધો. સમાધાન માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ કારગત નિવડા ન હતા. ભુવાના દાણા અવરોધ સાબિત થયા. શા5ર વેરાવળ રહેતા મુકેશ મેઘજીભાઈ કાપડીયાએ વિલનનું પાત્ર ભજવી ભુવા પાસે કામ કઢાવી લીધું હતું.

Advertisement

રીમાને ઘરમાંથી સાસુનો અતિશય ત્રાસ, જેઠાણી ભૂમિએ સાત-આઠ વાર માર માર્યો, જેઠ હાર્દિક બે-ત્રણ વાર પીઠમાં ધબ્બા માર્યા તેવી હકિકત જણાવી રડવા લાગી હતી. પતિ કુણાલ સારી રીતે રાખતા હોય સહન કરતી હતી. ભુવાના કહેવાથી પતિએ સાથ છોડી દીધો. આપઘાત કરવા જતા ગામ લોકોએ સમજાવી પરત કરી હતી. ભુવાનો રસ્તો વિજ્ઞાન જાથા કરશે તેવું જણાવતા પરિવાર રાજકોટ સ્થિતિ કાર્યાલયે આવ્યો હતો. દિકરી રીમાને બીજો સંસાર માંડવો નથી તેવું મક્કમતા હોય માતા-પિતા લાચાર હતા. સમગ્ર હકિકત સામે આવતા ભુવાનો પર્દાફાશ અને ત્રાસની ફરિયાદ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રફુલ્લાબેન ઢાંકેચા, અમીતભાઈ રણછોડભાઈ સાક્ષી બનીને જરૂૂરી આધાર-પુરાવા જાથાને આવ્યા હતા.

સરધારના બાબુભાઈ ઢાંકેચાની હકિકત ખરાઈ કરવા જાથાના ભાનુબેન ગોહિલ, અંકલેશ મનસુખભાઈને પારડી-શાપર વેરાવળ રૂૂબરૂૂ મોકલતા સત્યતા સાબિત થઈ હતી. પારડીના લોકોએ ભુવા ધીરૂૂભાઈના મકાનમાં માતાજીનો મઢ આવેલો છે તેમાં ખોડિયાર માતાજી, સુરાપુરા મેઘાબાપા, વાછરાદાદાનું સ્થાનક આવેલું છે. શ્રધ્ધાળુઓ માનતા રાખી તાવો કરે છે. છેલ્લા આઠ દસ વર્ષથી ભુવાનું જોવાનું કામ ધમધોકાર ચાલે છે.

જાથાએ ભુવાનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. જાથાના જયંત પંડયાએ ભુવાના પર્દાફાશ માટે મુખ્યમંત્રી, ગૃહ સચિવ, આઈ.જી.પી. રાજકોટ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત, રક્ષણ સંબંધી વાત મુકતા તંત્રે મંજુરી આપી હતી. રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ ઍડવોકેટ ભાવનાબેન વાઘેલા, ચંદ્રિકાબેન, રોમિતભાઈ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકિત ગોહિલ, શાપર વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં જાયાની કામગીરીમાં પી.એસ.આઈ. ઘનશ્યામસિંહ જાડેજા, એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ સોલંકી, હેડ કોન્સ્ટે. રાજેશભાઈ બાયલ, પો.કોન્સ્ટે. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. સોનલબેન હરિયાણી, પો.કોન્સ્ટે. નિમુબેન મેર સહિત પોલીસ જીપ્સી જાથાના વાહનો પારડી ભુવાના ઘરે પહોંચી દરોડો પાડ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં હાજર પી.એસ.આઈ. ઘનશ્યામસિંહ જાડેજાએ ભુવા તેમજ સરધારના પરિવારની પૂછપરછ કરી, દિકરી રીમાને આશ્વાસન આપ્યું. ભુવાને કાયદાની ભાષામાં વાત કરતાં વારંવાર માફી, ભૂલનો સ્વીકાર કર્યો હતો. કાયમી ધતિંગ બંધની જાહેરાત કરી દીધી છે.

જાથાએ 1255 મો સફળ પર્દાફાશમાં જાથાના એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ચંદ્રિકાબેન, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, પોલીસ સ્ટાફમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા, એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ સોલંકી, હેડ કોન્સ્ટે. રાજેશભાઈ બાયલ, પો.કોન્સ્ટે. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. સોનલબેન હરિયાણી, પો.કોન્સ્ટે. નિમુબેન મેર સહિત સ્ટાફે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement