For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રાથમિક શાળામાં 17 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત કસોટી

05:13 PM Sep 11, 2024 IST | Bhumika
પ્રાથમિક શાળામાં 17 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત કસોટી
Advertisement

જીસીઈઆરટી દ્વારા કાર્યક્રમ જાહેર સરકારી-ગ્રાન્ટેડ શાળા માટે પ્રશ્ર્નપત્ર અપાશે, ખાનગી શાળા જાતે પ્રશ્ર્ન બનાવી શકશે

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં લેવાનારી પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ ૠઈઊછઝ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન કરવાનું રહેશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોએ નક્કી કરેલા સમયપત્રક અને પ્રશ્નપત્રના આધારે જ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. જ્યારે ખાનગી સ્કૂલો શાળાકક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરી સમાન સમયપત્રકના આધારે પરીક્ષા લઈ શકશે.
ખાનગી શાળા ઈચ્છે તો રાજ્યકક્ષાએ તૈયાર કરવામાં આવનારા પ્રશ્નપત્રોનો ઉપયોગ શાળા માટે કરી શકશે. જોકે, તેના માટે ખાનગી સ્કૂલોએ નિયત કરેલી ફી ચુકવવાની રહેશે.

Advertisement

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ પ્રથમ સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રકના આધારે પરીક્ષા લેવા માટે જણાવાયું છે. ધોરણ-3થી 8ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવ્યું છે. આ નિયત પરિરૂૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- શાસનાધિકારીને સોંપવામાં આવશે. કસોટીમાં ધોરણ-3થી 8ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે, અને સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. જ્યારે બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખાના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે. સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- શાસનાધિકારીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.

સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- શાસનાધિકારી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે નિયત કરેલી રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે. જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલા સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે. પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલી હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.

ચાલુ વર્ષ 2024-25થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ-3 અને ધોરણ-4માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે. તેનું મૂલ્યાંકન માળખુ અન્ય વિષયની જેમ વાર્ષિક 200 ગુણનું રહેશે. સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.

પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ
તારીખ ધો.3થી 5 ધો.6થી 8
17 ઓક્ટોબર ગુજરાતી ગુજરાતી
18 ઓક્ટોબર અંગ્રેજી અંગ્રેજી
19 ઓક્ટોબર - સા. વિજ્ઞાન
21 ઓક્ટોબર હિન્દી હિન્દી
22 ઓક્ટોબર પર્યાવરણ વિજ્ઞાન
23 ઓક્ટોબર ગણિત ગણિત
24 ઓક્ટોબર - સંસ્કૃત
25 ઓક્ટોબર અન્ય પ્ર.ભાષા અન્ય પ્ર.ભાષા

Advertisement
Tags :
Advertisement
Advertisement