પહેલા પાક વીમો ચૂકવો પછી સાંભળશું : હાઈકોર્ટ
ખેડૂતોને પાક વીમો ચુકવવામાં અખાડા કરતી ઈન્સ્યોરન્સ કંપનીને તાકીદ
ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાના રૂૂપિયાની ચૂકવણી મામલે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી હતી કે જ્યાં સુધી કંપની ખેડૂતોને પાક વીમાના રકમની ચૂકવણી નહીં કરે, ત્યાં સુધી તેમની રજૂઆત કોર્ટ દ્વારા સાંભળવામાં આવશે નહીં.
જ્યારે ઇન્સ્યોરન્સ કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે,થનોન પેમેન્ટનો કોઇ મુદ્દો જ નથી. મુદ્દો ઓછી રકમની ચૂકવણીનો છે.થ ત્યારે કોર્ટે કહ્યું હતું કે,થજે પણ મુદ્દો હોય, જો ખેડૂતોને પાક વીમાની ચૂકવણી બાકી હોય તો એ ચૂકવણી કરવામાં આવે. કોર્ટ સમક્ષ જે રિપોર્ટ આવ્યો છે, એનું ઇવોલ્યુશન હાલના તબક્કે કરતાં નથી. પરંતુ જે રૂૂપિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ બાકી હોય એ તો ખેડૂતોને ચૂકવવામાં આવે. અન્યથા કોર્ટ તે રકમની રિકવરી માટેનો આદેશ કરશે.
કોર્ટે ટકોર કરી હતી કે,થજ્યાં સુધી ઇન્સ્યોરન્સ કંપનીનો સવાલ છે એમણે જે ખેડૂતોના દાવાને રદ કર્યા છે એનો અહીં મામલો અમે ઊઠાવતાં જ નથી. પરંતુ અમે કહી રહ્યા છીએ કે રિપોર્ટ મુજબ જે રૂૂપિયા બાકી છે એ રૂૂપિયાની ચૂકવણી થવી જોઇએ. આ રૂૂપિયા એ ખેડૂતો માટેના છે, જેમને પાક વીમાના ઓછાં રૂૂપિયા મળ્યા છે. તમે આ મામલો બંધ કરવાની વાત ન કરો. તમે પહેલાં વીમાની રકમ ચૂકવી આપો પછી જ અમે ઇન્સ્યોરન્સ કંપનીને સાંભળીશું.
રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે રૂૂ. 212 કરોડની સબસિડી ઇન્સ્યોરન્સ કંપનીને આપી છે. કોર્ટે ટકોર કરી હતી કે તમે સૌથી પહેલાં રાજ્ય સરકાર સમક્ષ જે બાકી રૂૂપિયા હોય એની ચૂકવણી કરી આપો ત્યારબાદ જ અમે કંપનીને સાંભળીશું. કંપનીઓ સરકાર પાસેથી પ્રીમિયમ લઇ લે છે અને પછી યોગ્ય વળતરની ચૂકવણી કરતી નથી. આવું જ વર્તન કરવાની કંપનીઓને ટેવ પડી ગઇ છે.
ઇન્સ્યોરન્સ કંપનીની આ મામલે ભૂમિકા અત્યંત સીમિત છે. તેઓ કમિટી દ્વારા જે વીમાના દાવાનો નિર્ણય કરે, તે તમારે ચૂકવવું જ પડે. તે મામલે કંપની કેવીએટ કરી શકે નહીં. અમે તમારા દાવાના સંદર્ભે વાત જ કરતાં નથી. તમે સરકાર સાથે કરાર કરેલા છે, તેથી જો કમિટી જે દાવાની રકમ આપવાનું કહે એ તમારે આપવું જ પડે. કંપનીને આ રીતે અમે કેવિએટ કરીને મુદ્દો ઊભો કરવાની તક આપી શકીએ નહીં. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે.