રાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશે
રાજયનાં મહેસુલ વિભાગે લેન્ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-2020 અન્વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે. મહેસુલ વિભાગે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ દરેક જિલ્લામાં સમિતિનું અલગમહેકમ ઉભુ કરવા તથા લેન્ડગ્રેબીંગનાં કેસમાં અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારને નોટીસ આપવા સહિતના નિયમો ઉમેરાયા કરવામાં આવ્યો છે. રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 22 તારીખની આસપાસ યોજાય તેવી શક્યતા છે.આ બેઠકમાં 60થી પણ વધુ કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શકા જાહેર કરવામાં આવી છે. જેમાં બે જેટલા નાયબ મામલતદાર તેમજ અન્ય બે જેટલા કર્મચારીઓ સાથે લેનગ્રેબિંગની અલગથી જ કમિટી બનાવવા મહેસુલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.નવા નિયમો બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગની પ્રથમ બેઠક આગામી 22 મી એ યોજાય તેવી શક્યતા છે. આ પ્રથમ બેઠકમાં 60થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં એવી હાલ શક્યતાઓ જોઈ રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નવા માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે જિલ્લા કલેકટરો ઉપરાંત ડી.ડી.ઓ. પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુ.કમિશ્નરોને આદેશ લેનગ્રેબિંગની બેઠકમાં ફરજિયાત હાજર રહેવું પડશે. એક પણ અધિકારી કોઈપણ કેસમાં અ સહમતી બતાવશે તો તે કેસ સુનાવણી ફરીથી કરવામાં આવશે. સાથે જ કોઈ પણ અધિકારી વાંધો ઉઠાવશે તો તેમાં પણ ફરીથી લેન ગ્રેબિંગ કમિટી અભ્યાસ કરી ફરી કેસ મૂકવાની સુનાવણી હાથ ધરવામાં આવશે.