નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યા
રાજકોટમાં સરકારની નવી માર્ગદર્શિકા બાદ આજે લેન્ડગ્રેબિંગ કમીટીની પ્રથમ બેઠક યોજાઇ હતી અને તેમાં દરેક કેસોમાં સુનાવણી દરમિયાન નવા નિયમ મુજબ પક્ષકારોને પણ રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જેના કારણે કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો જોવા મળ્યા હતા.
રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ પહેલી લેન્ડ ગ્રેબિંગ બેઠકનું આયોજન કરવામાં આવેલા બેઠકમાં 62 જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એમાં બે ડજન થી પણ વધુ અરજદારોને નોટિસ આપી આજે રૂૂબરૂૂ સાંભળ્યા હતા. અરજદારોને રૂૂબરૂૂ બોલાવી અને સાંભળવામાં આવતા કલેક્ટર કચેરી ખાતે આજે અરજદારનો મેળાવડો જોવા મળ્યો હતો તેમજ સરકારની નવી માર્ગદર્શિકા મુજબ વન ટુ વન બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા તેમના કારણે આ બેઠક પણ લાંબી ચાલ્યા ત્યારે સવારે બેઠક શરૂૂ થઈ હતી.બપોર 02 વાગ્યા સુધી લેન્ડ ગ્રેબિંગ બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે લેન્ડ ગ્રેબીંગ કમીટીના અનેક નિર્ણયોની ઝાટકણી કાઢી દરેક જિલ્લામાં ખાસ માર્ગદર્શિકા બનાવવા અને જેની સામે અરજી થઇ હોય તેને પણ સાંભળવા સરકારને સુચના આપતા સરકારે લેન્ડ ગ્રેબીંગ કમીટી માટે ખાસ માર્ગદર્શિકા બનાવી છે. આ માર્ગદર્શીકા બાદ આજે પ્રથમ બેઠક મળી હતી.