For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SMC પોલીસ સ્ટેશનના પ્રારંભ સાથે જ પ્રથમ ગુનો નોંધાયો

05:27 PM Jan 31, 2025 IST | Bhumika
smc પોલીસ સ્ટેશનના પ્રારંભ સાથે જ પ્રથમ ગુનો નોંધાયો

પ00થી વધુ ગુના આચરનાર સંગઠીત ટોળકી સામે ગુજસીટોક

Advertisement

ગુજરાત રાજયના પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળની સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે પોલીસ મથક નહીં હોવાથી કાયદાકીય કાર્યવાહીમા થોડો વિક્ષેપ પડતો હતો ત્યારે થોડા સમય પહેલા જ સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો અલગથી દરજજો મળતા રાજય પોલીસવડા વિકાસ સહાય અને પોલીસ અધિકારીઓ દ્વારા ગાંધીનગર ખાતે આજે સ્ટેટ મોનીટરીંગ સેલ કચેરી ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામા આવ્યો હતો. પોલીસ મથકના પ્રારંભે જ પ00 ગુનામા સંડોવાયેલી એક ટોળકી વિરૂધ્ધ આજે પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો.

પોલીસવડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે. ટી. કામરીયાની રાહબરીમા રાજયના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જીલ્લાઓમા સંગઠીત ગુના આચરતી ટોળકીના સાગ્રીતો આશીષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ, વિનોદ ઉર્ફે વિજય, મુરલીધર સીંધી ઉડવાણી, તેમજ ટોળકીના અન્ય 8 થી 10 સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આરોપીઓ વિરૂધ્ધ દારૂની હેરાફેરી, દારૂની પરીવહન કરવા ખોટી નંબર પ્લેટ લગાડવી, સહીતના ગુનાઓ આચરવામા આવતા હતા. આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા 10 વર્ષમા 16 ગુનાઓમા કોર્ટે ન્યાયીક નોંધ લઇ તોહમતનામુ ફરમાવવામા આવ્યુ છે. તેમજ આ ટોળકીના તમામ સભ્યોના ગુનાહીત ઇતિહાસ જોતા તેમના વિરૂધ્ધ પ00 થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement