For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ

01:50 PM Jan 06, 2025 IST | Bhumika
ચીનના  hmpv વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો  અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ

Advertisement

HMPV વાયરસને લઈને ગુજરાતમાંથી સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં HMPV શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આ 2 મહિનાના બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જોકે તેની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી. શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

મળતી વિગતો અનુસાર ​મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી, તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું હતું. બાળકની તબિયત હાલ સ્થિર છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.

Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે HMPV વાઇરસ જૂનો છે, હાલમાં વ્યાપ વધ્યો છે. તેનું સંક્રમણ ચોક્ક્સપણે વધ્યું છે, પરંતુ ડરવાની જરૂર નથી. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. ગુજરાત કેન્દ્રની સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરશે.

આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, ‘હજુ સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ આપણે તકેદારીના પગલાં ભાગરૂપે રાજ્યની હોસ્પિટલોમાં RTPCRની જેમ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે.

આ વાઈરસના લક્ષણો

આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement