ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથેે હજ યાત્રામાં જવા પ્રથમ જથ્થો રવાના

04:34 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાંથી હજ યાત્રાની શરૂૂઆત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હાજીઓનો પ્રથમ જથ્થો મક્કા-મદીના માટે રવાના થયો હતો. હાજીઓએ હાથમાં ત્રિરંગો રાખી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા.

Advertisement

ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદિનાની હજયાત્રાએ જનારા હાજીઓની પ્રથમ ફ્લાઇટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતેથી રવાના થઇ હતી. આ દરમિયાન જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજીઓને ફુલોનો ગુલદસ્તા આપીને તેમનું સ્વાગત કર્યું હતું અને દુઆની દરખાસ્ત સાથે તમામ હાજીઓનું સન્માન કર્યું હતું.

ભારતમાં સંવિધાન, ન્યાય, સદભાવના કાયમ રહે, ગુજરાત દેશનું નંબર વન રાજ્ય બની રહે, માનવતા-સદભાવના મજબૂત બને તેમજ અમનોઅમાન, ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે, ગુજરાતના સર્વાંગી વિકાસની સાથો સાથ આપણો મહાન ભારત દેશ વિશ્વની મહાસત્તા પ્રસ્થાપિત થાય તેવી દુઆ મક્કા મદીનામાં કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsHajj yatra
Advertisement
Next Article
Advertisement