For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેસકોર્સ ખાતે 29મીએ આતશબાજી

03:40 PM Oct 09, 2024 IST | Bhumika
રેસકોર્સ ખાતે 29મીએ આતશબાજી
Advertisement

મ્યુઝિકલ, કેકલિંગ, પામટ્રી સહિતના 1100 પ્રકારના કોમેટ આકર્ષણ જગાવશે, અંતે ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ શહેરમાં મધ્યમ વર્ગ અને સ્લમ વિસ્તારોના લોકો મોંઘા ફટાકડાનો લાભ લઈ શકે તે માટે મહાનગરપાલિકા દર વર્ષે ધન તેરસના દિવસે રેસકોર્સ ખાતે આતશબાજીનું આયોજન કરે છે. જ્યાં વિનામુલ્યે અલગ અલગ જાતના ફટાકડાનો રોમાન્સ લોકોને માણવા મળે છે.

Advertisement

જે અનુ સંધાને આગામી તા. 29મીએ આતશબાજીનું આયોજન કરેલ હોય ફટાકડાની ખરીદી માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા અંતે હાથ ધરી છે.

મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અંતે આતશબાજી માટેના ફટાકડા ખરીદીનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આતશબાજી માટે અગાઉ ટેન્ડર ન કરી પ્રજાના પૈસાનું ધુમાડો કરી નાખ્યાના આક્ષેપો થયા હતાં. તેમજ આ વખતે પણ ટેન્ડર ન કરી માનીતાઓને આતશબાજીનું કામ સોંપાશે તેવી ચર્ચા પણ જાગી હતી. પરંતુ શાસકોએ પારદર્શક વહીવટની ખાતરી આપી અંતે ફટાકડાની ખરીદી અને આતશબાજી સહિતના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તા. 18ના રોજ ટેન્ડર ખુલ્યા બાદ એજન્સીને કામ આપવામાં આવશે. તેમજ આતશબાજીનું કામ હાથમાં લેનાર એજ્નસી ઉપર આકરા નિયમો પણ લાદવામાં આવ્યા છે. તેવી જ રીતે આ વખતે આતશબાજીના સમયની પણ ફરજિયાત અમલવારી કરવાની સૂચના આપવામાં આવી છે.

સતત 60 મીનીટ સુધી આતશબાજી કરવાની શરતે કામ આપવામાં આવશે. જેમાં કસુરવાર થયે એજન્સીએ દંડનો ભોગ પણ બનવું પડશે. તા. 18મીએ ટેન્ડર ખુલ્યા બાદ કોઈ ફેરફાર ન થાય તો આગામી 29મીને ધન તેરસના દિવસે સાંજે રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે જેની સત્તાવાર જાહેરાત પણ 18મી બાદ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement