For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આકાશમાંથી અગન વર્ષા : સુરેન્દ્રનગર-રાજકોટ અને ભુજમાં 44 ડિગ્રી તાપમાન

05:11 PM Apr 07, 2025 IST | Bhumika
આકાશમાંથી અગન વર્ષા   સુરેન્દ્રનગર રાજકોટ અને ભુજમાં 44 ડિગ્રી તાપમાન

ડઝન શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, હજુ ત્રણ દિવસ ગરમીની આગાહી

Advertisement

રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આજે પણ હિટવેવની અસર જોવા મળી છે અને બપોરે બે વાગ્યે જ રાજયના રાજકોટ-અમદાવાદ-ગાંધીનગર સહિત ડઝન શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા હાજા ગગડાવી નાખે તેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

આજે બપોરે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ ધખધખ્યો હતો જયારે રાજકોટમાં અને ભુજનું તાપમાન 43.8 ડિગ્રીએ પહોંચી જતા બજારોમાં સોંપો પડી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બે-ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે.

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજમાં 43, નલિયામાં 40, અમરેલીમાં 42, ભાવનગરમાં 39, દ્વારકામાં 31, ઓખામાં 33, પોરબાદ્રામાં 40, રાજકોટમાં 43.8, વેરાવળમાં 31, સુરેન્દ્રનગરમાં 44, મહુવામાં 39, કેશોદમાં 42, અમદાવાદમાં 42, ગાંધીનગરમાં 42, વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી, બરોડામાં 41, સુરતમાં 39 અને દમણમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત વિભાગે રાજ્યના કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.
8 અને 9 એપ્રિલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે.

જેના કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સંભાવના છે, તેથી અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે, જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement