For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાની જામીન અરજી ઉપર આવતી કાલે સુનાવણી

04:23 PM Oct 07, 2024 IST | Bhumika
અગ્નિકાંડ  જમીન માલિક કિરીટસિંહ જાડેજાની જામીન અરજી ઉપર આવતી કાલે સુનાવણી
Advertisement

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ ખેડૂત, આસિ.ફાયર ઓફિસર અને સસ્પેન્ડ બે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કરેલી જામીન અરજી રદ કરતો હુકમ કર્યા બાદ ખેડૂત કિરીટસિંહ જાડેજાએ જેલ મુક્ત થવા કરવાળી જામીન અરજીની સુનાવણી આવતી કાલે રાખવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગઇ તા.28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરતો હુકમ કર્યા બાદ ખેડૂત કિરીટસિંહ જાડેજાએ જામીન અરજી કરતા કોર્ટે પોલીસને સોગંદનામુ રજૂ કરવા અને ભોગ બનનારના વકીલે વાંધા રજૂ કરવા મુદત માગતા અદાલતે તા.8 ને મંગળવારના રોજના રોજ સુનાવણી પર રાખવા આદેશ આપ્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement