રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકાના બરડા ડુંગર વિસ્તારમાં આગ: ફાયર ફાઈટર દોડ્યા

12:26 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર સ્થિત પાછતર વિસ્તારમાં કાનમેરા નેશ ખાતે ગત મોડી રાત્રે એકાએક આગ ભભુકી ઉઠી હતી. જંગલ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક દાવાનળ જેવી આગ ફાટી નીકળતા આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવી હતી.

જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના સંજયભાઈ ભાટુ, યોગેશભાઈ પાથર સહિતના સ્ટાફે આ સ્થળે દોડી થઈ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ આગમાં જાનહાની કે કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી.

Tags :
Dwarkadwarka newsfiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement