રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંકલેશ્વર GIDCમાં લાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી: પાંચ કિલોમીટર સુધી ધૂમાડા જોવા મળ્યાં, ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

10:26 AM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતના અંકલેશ્વરમાં GIDCમાં આવેલી પેકેજીંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવુઈ છે. આગ લાગવાના કારણે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધૂમાડાના ગોટે ગોટાઘણાં કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. જોકે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતની ફયારવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.

અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Tags :
Ankleshwar GIDCAnkleshwar GIDC firefiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement