બામણબોર GIDCમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ
રાજકોટ ફાયર બ્રિગેડની બે ટીમ દોડી ગઇ: અઢી કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી
રાજકોટ-કુવાડવા હાઇવે પર બામણબોર જીઆઇડીસીમાં આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની બે ટીમો દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં સંપુર્ણ કારખાનું બળીને ખાક થઇ જતા અંદાજે 50 લાખનું નુકશાન થયું હતું. શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે.
જાણવા મળતી વિગત મુજબ બામણબોર જીઆઇડીસીમાં આવેલા નવદુગા પ્લાસ્ટીક નામના પ્લાસ્ટીકના દાણા બનાવવાના કારખાનામાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની બે ટીમો ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગને પગલે દુ સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા અઢી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કારખાનુ ભાડેથી ચલાવવામાં આવી રહ્યું હતું. પ્લાસ્ટીકના દાણા બનાવવામાં આવતા હતા. આગ લાગી ત્યારે ચારથી પાંચ શ્રમિકો કા કરતા હત. જો કે સમય સુચકતા વાપરી શ્રમિકો બહાર નીકળી જતા કોઇ જાનહાની થઇ ન હતી. આગમાં 10 ગાડી જેટલો કાચો માલ, 55 ટન તૈયાર માલ અને મશીનરી સહીત સંપુર્ણ કારખાનુ બળીને ખાક થઇ જતા અંદાજે 50 લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન વ્યકત કરવામાં આવી રહ્યું છે.