પડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારા
પીજીવીસીએલની ટીમે કારખાનાઓમાં આગ ન ફેલાય તે માટે તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેવાયો હતો
પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. રાજકોટ ઉપરાંત ગોંડલ અને શાપર તેમજ જામનગર અને મોરબીથી પણ ફાયર ઘટના સ્થળે દોડાવવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી. આશરે 20થી વધુ ફાયર ફાયટરો કામે લાગ્યા હતા અને આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. બપોર સુધી આગ કાબુમાં આવી ન હતી અને આ ભયાનક આગની જ્વાળાઓના લબકારાઓ દૂર સુધી દેખાતા હતાં. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.
સલામતીના ભાગરૂપે આસપાસના કારખાનાઓ પણ ખાલી કરાવવામાં આવ્યા હતાં. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પરંતુ ટાયરના કારખાનામાં ઓઈલ તેમજ જવનશીલ ગણાતા પ્લાસ્ટિકની ભુકી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પીજીવીસીએલ દ્વારા સલામતીના ભાગરૂપે આગ અન્ય કારખાનામાં ન ફેલાય તે માટે ત્યાંથી પસાર થતી વીજલાઈનનો વીજ પ્રવાહ બંધ કરી કારખાનાના વીજ કનેક્શન કાપી નાખ્યા હતાં. મળતી વિગતો મુજબ પડધરી પાસે આવેલા સહારા યુનિટ નામના ટાયરના કારખાનામાં રાત્રે 10 વાગ્યાના આસપાસ આગ લાગી હતી થોડી જ વારમાં આગ કારખાનામાં પડેલા ટાયરના રો-મટીરીયલ તેમજ ઓઈલના જથ્થા સુધી પહોંચી હતી જેના કારણે થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લબકારા દૂર સુધી દેખાતા હતાં આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા રાજકોટ ઉપરાંત પડધરી, ગોંડલ, મોરબી, જામનગર અને શાપરનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક પડધરી ખાતે આવેલા સહારા ટાયરના કારખાના ખાતે દોડી ગયો હતો.
રાત્રે 10 વાગ્યે લાગેલી આગ સવાર સુધી કાબુમાં આવી ન હતી અને આશરે 12થી વધુ ફાયર ફાયટરો તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુઝાવવા માટે કામે લાગ્યો હતો. રાજકોટ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે અને આનંદ બારિયા તેમજ ઈન્ચાર્જ સ્ટેશન ઓફિસર આર.એ. જોબન અનેતેમની ટીમે સતત પાણીનો અને ફમનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતાં. સલામતીના ભાગરૂપે બનાવ સ્થળની બાજુમાં આવેલા અન્ય યુનિટો પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ બનાવમાં કોઈ જાણહાની થયાના સમાચારો મળ્યા નથી. આગ બુઝાવવા સ્થાનિકોએ પણ મદદ કરી હતી.
મોડી રાત્રે લાગેલી આગ સવાર સુધી કાબુમાં ન આવ્યાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પડધરી નજીક આવેલા સહારા યુનિટ પ્લાન્ટ નામના કારખાનામાં ગઈકાલે રાત્રે દસેક વાગ્યે આસપાસ એકાએક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. કારખાનાના સંચાલકો દ્વારા તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરાતા રાજકોટ ઉપરાંત શાપર, ગોંડલ અને મોરબીથી ફાયર ફાઈટરો સાથે ફાયરમેન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 20થી વધુ ફાયર ફાઈટરો દ્વારા મોડી રાત્રે આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. બપોર સુધી આગ કાબુમાં આવી ન હતી અને સતત પાંચ ફાયર ફાયટરો જેમાં જામનગર, રાજકોટ, ધ્રોલ અને મોરબીની ફાયર બ્રિગેડની ટીમે પાણીનો સતત મારો ચાલુ રાખ્યો છે અને આગ લાગ્યાના બીજા દિવસ સુધી પણ હજુ કારખાનામાં લાગેલી આગ બુઝાઈ નથી ફાયરબ્રિગેડનાસુત્રોના જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં કદાચ આગ કાબુમાં આવે તેવીશક્યતા છે. કારખાનામાં આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડ સાથે પીજીવીસીએલની ટીમને પણ ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા જે કારખાનામાં આગ લાગી તે કારખાના આસપાસ પસાર થતી વીજલાઈનનો વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો તેમજ ટાયરના કારખાનામાં જતી વીજ લાઈનના કનેક્શન પણ તાત્કાલીક કાપી નાખ્યા હતાં.
સલામતીના ભાગરૂપે આસપાસના કારખાનાઓ ખાલી કરાવાયા
પડધરી નજીક સહારા નામના ટાયરના કારખાનામાં લાગેલી આગ સવાર સુધીમાં કાબુમાં આવેલ ન હોય અને અત્યંત જવનતશીલ ગણાતા ઓઈલ અને ટાયરના રો મટીરીયલમાં લાગેલી આગે સમગ્ર યુનિટને લપેટમાં લીધુ હતું અને આ આ આસપાસના કારખાનામાં ન ફેલાય તે માટે સલામતીના ભાગરૂપે આજુબાજુના કારખાનાને ખાલી કરાવવામાં આવ્યા હતા અને ટાયરના કારખાનામાં રહેતા મજુરોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.