For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલા મોડી રાત્રે સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર કેમ્પમાં લાગી આગ

12:41 PM Nov 21, 2024 IST | Bhumika
રાજુલા મોડી રાત્રે સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર કેમ્પમાં લાગી આગ
Advertisement

વિકાસની ગાથા ગાતી આ સરકાર માત્ર કાગળ પર : સરકારી હોસ્પિટલનો સ્ટાફ વર્ષોથી ભાડાના મકાનમાં રહે છે

રાજુલા શહેર માં ટાવર નજીક આવેલ સરકારી હોસ્પિટલ ના જૂના ક્વાટર કેમ્પ માં આગ લાગી આ આગ લાગતાં રાત્રી ના લોકો ની નજરે ચડતા રાજુલા સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડોક્ટર હરેશ જેઠવા ને ટેલીફોનિક જાણ કરવામાં આવી ડોક્ટર ગણતરી ના સમય માં સ્થળ ઉપર દોડી આવેલા અને રાજુલા ફાયર વિભાગ ને જાણ કરેલ જ્યાં સુધી ફાયર ન આવે ત્યાં સુધી આ આગ ને કાબુ માં લેવા માટે સરકારી હોસ્પિટલોમાંથી ફાયરની બોટલ દ્વારા આગને બુજાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા પરંતુ આગ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતી હોય ત્યારે ફાયર ની બોટલો થી આ આગ કાબુમાં આવેલી નહિ પરંતુ થોડા જ સમયમાં રાજુલા ફાયર ફાયટર આવી પહોંચતા આગને કાબુ માં લેવા માટેના પ્રયત્નો શરૂૂ કરવામાં આવેલા અને મહા મહેનતે આ આગને કાબુમાં લેવામાં રાજુલા ફાયર વિભાગને સફળતા મળેલ જો કે આ જગ્યાએ સરકારી હોસ્પિટલના ક્વાર્ટર બંધ હોવાથી અને ત્યાં રહેણાંક વિસ્તાર ના હોવાથી મોટી દુર્ઘટના બનવા પામેલ નહિ આ આગ કઈ રીતે લાગી એનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી પરંતુ એ વાત ચોક્કસ હતી કે જો આ આગ લાગવાની ખબર ના પડી હોત તો આ આગથી એટલું નુકસાન થવા પામત કે તેનો અંદાજ ના લગાવી શકાય ખેર આ બંધ પડેલા પાટણ ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે અહીંયા નવા ક્વાટર ક્યારે ? સરકાર જ્યારે સરકાર અને વિકાસની અસરકાર રાજુલામાં છેલ્લા ઘણા સમયથી આ સરકારી હોસ્પિટલનું સ્ટાફ ગામમાં ભાડે રહે છે ત્યારે શું સરકાર અને વિકાસશીલ સરકાર આ બાબતે ધ્યાન આપશે ખરી ?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement