શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા
મોહનગર, મોટાપીર ચોક, જાખર, નિકાવામાં જુગાર દરોડા
જામનગર શહેરજિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ પરથી રૂૂા. 9 હજારની મત્તા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં મોહનનગર આવાસ બીલ્ડીંગના પાર્કિંગમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા પરેશભાઈ મધુકાંતભાઈ પટેલ, આકાશભાઈ બબનરાવ ઈંગડે, રશ્મીબેન પરેશભાઈ પટેલ, કમળાબેન અરજણભાઈ ખરા, મંજુબેન બાબુભાઈ કોળી, કિરણબેન આકાશભાઈ પટેલ, અનિતાબેન બબનરાવ ઈંગડે, પ્રીતિબેન વિવેકભાઈ પટેલ નામની છ મહિલા સહિત આઠ શખ્સને સિટી એ પોલીસે દરોડા દરમિયાન ઝડપી લઈ સ્થળ પરથી રૂૂપિયા પર60ની રોકડ રકમ કબ્જે કરી હતી.
ઉપરાંત જાખર ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા મયુર મનસુખભાઈ કોળી, મુકેશ મોતીભાઈ વાજા નામના બે શખ્સને મેઘપર પડાણા પોલીસે રૂૂપિયા 440ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.તેમજ જામનગરમાં મોટા પીર ચોક ખાતે જાહેરમાં વર્લી મટકાના આંકડા પર જુગાર રમતાં રોહિલ હારૂૂનભાઈ મેમણને સિટી એ પોલીસે રૂૂા. 400ની રોકડ રકમ સાથે તથા લાલપુરમાં ધરારનગર વિસ્તારમાંથી રવિ જેન્તીભાઈ બાવાજી નામના શખ્સની સ્થાનિક પોલીસે રૂૂપિયા 1ર0ની રોકડ સાથે તેમજ કાલાવડના નિકાવા ગામેથી અશરફશા હુશેનશા શાહમદાર અને રહીમ નામના બે શખ્સની કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂૂા. ર700ની મત્તા સાથે ધરપકડ કરી હતી.