For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ બંદરમાં બોટમાં ભભૂકેલી ભીષણ આગ

12:23 PM Jan 02, 2025 IST | Bhumika
વેરાવળ બંદરમાં બોટમાં ભભૂકેલી ભીષણ આગ

વેરાવળ બંદર વિસ્તારમાં ગત રાત્રીના રીપેરીંગ માટે પાર્ક કરાયેલી ફિશિંગ બોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી આગની ઘટનામાં બે ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે જ્યારે અન્ય છ ફિશિંગ બોટોને સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં સફળતા મળી હતી. વેરાવળ ફાયર સ્ટાફે છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

આ આગના બનાવ અંગે વિગતો આપતા વેરાવળ ફાયર સ્ટેશનના અધિકારી રવીરાજસિંહ ચાવડા એ જણાવેલ કે, ગત રાત્રીના અંદાજે 2-15 વાગ્યા આસપાસ વેરાવળ બંદરમાં મોટી આગ લાગ્યાનો કોલ આવતા તુરંત ફાયર બીગ્રેડ સ્ટાફના સુનિલભાઈ, હરપાલસિંહ, ફાયર મેન મયંકભાઈ, ભૌમિકસિંહ, જીતેશભાઈ, ભાવેશભાઈ, જીતેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ તુરંત બનાવ સ્થળે દોડી ગયો હતો. બંદરના ભીડીયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીક પાર્ક કરેલી આઠ ફિશિંગ બોટ પૈકી બે ફિશિંગ બોટમાં આગ વધુ વિકરાળ બની રહી હતી જેના પર ફોમ અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ વધુ માત્રામાં હતી બીજી તરફ બાજુમાં અન્ય 6 ફિશિંગ બોટ પણ આ આગની લપેટમાં આવે તે પૂર્વે તાત્કાલિક ક્રેનની મદદથી છએય ફિશિંગ બોટને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી જો આ બોટ ખસેડવામાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમ હતી. રાત્રીના 2 વાગ્યા થી સવારે 8 વાગ્યા સુધી સતત 6 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગને કાબુ માં લેવા 80 લીટર જેટલું ફોમ અને 75 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.આ આગ ક્યાં કારણસર લાગી તે હજુ સામે આવ્યું નથી ત્યારે પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ બનાવમાં 2 ફિશિંગ બોટ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ જતા બોટ મલિકને લાખોનું નુકસાન થયું છે. જો કે સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement