ઉનામાં સોનીની દુકાનમાં આગ લાગતાં નાસ ભાગ
ઊના નાં બસ સ્ટેશન પાછળ ભાગે આવેલી ગની માર્કેટ માં સોની ની દુકાન ગેસ નો બાટલો લીકેજ થતાં અચાનકજ આગ ફાટી નીકળી હતી અને ચારે તરફ ધુમાડા નાં ગોટેગોટા ઉઠવા લાગતાં નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી પરંતુ તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડ આવી જતાં આગ ને ગણતરીના કલાકો માં બુજાવી દેતાં મોટી જાનહાનિ થતાં અટકી હતી અને લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. ગની માર્કેટ માં આવેલ સોની પ્રવીણભાઈ નારણ એન્ડ બ્રધર્સ નામ ની દુકાને બપોર નાં સમયે સોની કામ કરતાં વેપારી ને ત્યાં સોની કામ માટે ઊપયોગ લેવાતાં ગેસ સિલિન્ડર લીકેજ થતા અકસ્માતે આગ લાગતાં ચારે તરફ ધુમાડા નાં ગોટેગોટા ઉઠવા લાગતાં નાસભાગ મચી ગઇ હતી તાત્કાલિક દુકાન માલીકે નગરપાલિકા નાં ફાયર વિભાગ ને જાણ કરાતાં પાયલોટ ભાણજી પરમાર હેલપર ધીરૂૂભાઇ લાખણોત્રા મોહનભાઈ બારૈયા સહિત ફાયર બ્રિગેડ સાથે દોડી આવી પાણી નો મારો ચલાવતાં આગ ગણતરીના કલાકો માં બુજાવી દેતાં આજુબાજુ ની દુકાન ધરાવતાં વેપારીઓ માં રાહતનો શ્વાસ લીધો હતો.આ આગ લાગતાં ઊના પોલીસ અને પીજીવીસીએલ નાં અધિકારી કર્મચારીઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આગ ની ધટના નાં કારણે કોઇ જાનહાનિ થઈ ન હતી પરંતુ સોની વેપારી ને નુકશાન થયું હતું ધોળા દિવસે આગ ની ધટના બનતાં લોકો ગભરાઈ ગયા હતાં.