For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ

12:37 PM Nov 07, 2025 IST | admin
મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ

મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી ફાયરની ટીમે દોડી જઈને કામગીરી હાથ ધરી હોવાની માહિતી મળી છે.

Advertisement

મોરબીના પીપળી ગામ નજીક જેટકોના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી આગની જ્વાળાઓ દુર દુર સુધી પ્રસરી છે તો ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટને પગલે કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે તો ધટના અંગે મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો છે તો ધટનામાં કોઈ જાનહાની થઇ નહિ હોવાની માહિતી જેટકોના અધિકારી કિરણભાઈ કારોલિયા પાસેથી મળી છે.

પીપળી સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થતા જ મોરબી અને આસપાસના તમામ સબ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે જેથી મોરબી શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અંધકાર છવાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement