For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીમડા ચોકમાં યોગી ટાવરના પાર્કિંગમાં આગ : 3 વાહનો ખાખ

05:56 PM Mar 16, 2024 IST | Bhumika
લીમડા ચોકમાં યોગી ટાવરના પાર્કિંગમાં આગ   3 વાહનો ખાખ

શહેરના લીમડાચોકમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠી હતી જેમાં પાર્કિંગમાં પડેલા 3 વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. જાણવા મળતી વિગત મુજબ લીમડા ચોકમાં આવેલા યોગી ટાવરમાં પાર્કિંગમાં પાર્ક કરેલા ત્રણ વાહનોમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરી આગ બુઝાવી હતી આગમાં કોઈ જાનહાની ન થઈ હતી. જો કે આગના કારણે ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં જેમાં એક સ્કૂટર, બાઈક અને એક ઈ-બાઈક હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement