રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગ્નિકાંડના આરોપી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં મુદત પડી : 14મી ઓક્ટોબરે સુનાવણી

04:29 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના ચાર આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્યુલર અને ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબાએ માતાની 40માની ક્રિયા માટે ઠેબાએ બે દિવસ માનવતાના ધોરણે વચગાળાની જામીન અરજી કરી છે. જે જામીન અરજીની આજે સુનાવણી રખાઇ છે, પરંતુ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.14 ઓક્ટોમ્બરની મુદત પડી છે. જ્યારે ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબાની માતાની 40માની ક્રિયા હોવાથી તેની વચગાળાની જામીન અરજી ઇમરજન્સી હોવાથી ઇન્ચાર્જ જજ દ્વારા બપોરે સુનાવણી થયા બાદ નિર્ણય રિશેષ બાદ જાહેર થનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયો હતો. અગ્નિ કાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન મલિક અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા રેગ્યુલર અને ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબાએ માતાની 40માની ક્રિયા માટે ઠેબાએ તા.11/10/2024 થી તા.12/102024 સુધી બે દિવસ માનવતાના ધોરણે વચગાળાના જામીન મેળવવા જામીન અરજી કરી છે. જે બંને જામીન અરજી આજે સુનાવણી હતી.

પરંતુ ન્યાયાધીશ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.13 ઓક્ટોમ્બરની મુદત પડી છે. જ્યારે ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબાની માતાની 40માની ક્રિયા હોવાથી તેની વચગાળાની જામીન અરજી ઇમરજન્સી હોવાથી ઇન્ચાર્જ જજ દ્વારા આજે બપોર પહેલાના સત્રમાં સુનાવણી કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષના વકીલોએ રજૂઆતો અને દલીલો કર્યા બાદ ઇન્ચાર્જ જજે નિર્ણય રીશેષ બાદ જાહેર કરવા જણાવ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot TRP game zone fireTPO Sagathia
Advertisement
Next Article
Advertisement