For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દંડ વધવાની શક્યતા : જાહેરમાં થૂંકતા વધુ 14 પકડાયા

05:35 PM Dec 21, 2023 IST | Bhumika
દંડ વધવાની શક્યતા   જાહેરમાં થૂંકતા વધુ 14 પકડાયા

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકાએ તમામ પ્રકારની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત જાહેરમાં થુંકતા વધુ 14 લોકો આજે પકડાયા હતા તેમજ જાહેરમાં કચરો ફેંકતા 28 નાગરિકોને દંડ કરવામાં આવ્યો હતો. તેથી આગામી દિવસોમાં આ પ્રકારના બેદરકાર નાગરિકોના દંડમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. આજે ઝુંબેશ દરમિયાન 4.5 કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી વધુ 24 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Advertisement

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે 14 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1600 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 482 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન આજ રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની 21 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે. શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.21/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 28 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 4.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement