For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જલજીત સોસાયટીમાં ફાઇનાન્સરનું બેભાન હાલતમાં મોત: આપઘાતની શંકા

05:13 PM Aug 23, 2024 IST | Bhumika
જલજીત સોસાયટીમાં ફાઇનાન્સરનું બેભાન હાલતમાં મોત  આપઘાતની શંકા
Advertisement

આકાશદીપ સોસાયટીના પ્રૌઢ સુવા-બેસવા ભાડે રાખેલા મકાનમાં જ ઢળી પડયા; ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતા ફાઇનાન્સર જલજીત સોસાયટીમાં સુવા બેઠો ભાડે રાખેલા મકાને હતા ત્યારે તેમનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. ફાઇનાન્સરે આપઘાત કર્યો હોવાની આશંકાએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે ફાઇનાન્સના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી આકાશદીપ સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સનું કામ કરતા મહાવીરસિંહ મનસુખભાઈ ડોડીયા નામના 45 વર્ષના પ્રૌઢ જલ્દી સોસાયટીમાં ભાડે રાખેલા પોતાના મકાને હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહાવીરસિંહ ડોડીયા બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. મહાવીરસિંહ ડોડીયા ફાઇનાન્સનું કામ કરતા હતા મહાવીરસિંહ ડોડીયાએ જલ્દી સોસાયટીમાં સુવા બેઠો માટે મકાન ભાડે રાખ્યું હતું અને ગઈકાલે તેઓ ભાડાના મકાનમાં હતા ત્યારે જ બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. અને મહાવીરસિંહ ડોડીયાએ આત્મહત્યા કરી હોવાની આશંકાએ પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ફાઇનાન્સરના મોતનું કારણ જાણવા મળશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement