ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણ

03:42 PM Jul 15, 2025 IST | Bhumika
Advertisement

સરકારના ઠપકા બાદ આખુ તંત્ર દોડતું થયું, નેશનલ હાઇવેના અધિકારીઓ પાસે માગ્યો કામગીરીની સમીક્ષાનો અહેવાલ, દર અઠવાડિયે રિવ્યૂ બેઠક યોજાશે

Advertisement

રાજકોટ-જેતપુર હાઇવેના કામમાં વધારાના શ્રમિકો અને મશીનરી કામે લાગાડવા સૂચના, ટ્રાફિકજામની સમસ્યા નિવારવા પોલીસ સહિતની એજન્સીઓને સૂચના

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્સ-લેન કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધનું કારણ બની રહી હતી. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની આ મામલે કડક શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ, આજે સવારે રાજકોટ કલેક્ટર તાબડતોબ હાઈવેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દોડી ગયા હતા.

મહત્વનું છે કે, અત્યાર સુધી કલેક્ટરને ટ્રાફિક કે બ્રિજની કામગીરીમાં કોઈ ખાસ સમસ્યા દેખાઈ ન હતી. જોકે, ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓના ઠપકા બાદ આજે તેમણે જેતપુરથી રાજકોટ વચ્ચેની સિક્સ-લેન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરે સંબંધિત અધિકારીઓને અઠવાડિયામાં એકવાર રિવ્યુ બેઠક બોલાવવા અને ટ્રાફિક જામ ઘટાડવા માટેના ઉપાયો શોધવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ટોલનાકા પર ટ્રાફિક થાય તો વાહનોને તાત્કાલિક પસાર થવા દેવા, કામગીરી ઝડપી બનાવવા અને ટ્રાફિક માર્શલની સંખ્યા વધારવા માટે પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.

જિલ્લા ક્લેક્ટર ડો. ઓમપ્રકાશ આજે સવારે ગોંડલ નજીક ગોમટા પાસે ચાલતા ઓવરબ્રિજના પ્રગતિ હેઠળના કામોના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ તકે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મેનેજર અશોક ચૌધરી પાસેથી વિવિધ કામોની વિગતવાર માહિતી મેળવી હતી.

તેમણે વર્તમાન કામગીરીની સમીક્ષા કરીને તેનો અહેવાલ બનાવીને, કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે ખૂટતું માનવબળ, બાંધકામ સામગ્રી તેમજ મશીનરી કામે લગાડવા સૂચના આપી હતી. આ કામગીરી ચાલુ છે ત્યાં સુધી વાહન-વ્યવહાર સરળ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી હતી.

કલેક્ટરેએ વીરપુર પાસે એક ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો હોવાનું કહ્યું હતું. આ સાથે ખૂબ જ ટૂંક સમયમાં ગોંડલ પાસેના નેશનલ હાઈવે પર બે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જનાર હોવાનું અને ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરેએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીએ રાજ્યના તમામ પ્રગતિ હેઠળના રોડ રસ્તાના કામોની ગુણવત્તાનું મોનીટરીંગ કરવા, રસ્તા પર પડેલા ખાડાઓનું ત્વરિત સમારકામ થાય તે સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓના કારણે સામાન્ય માણસને અગવડ ના પડે તે માટેની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચના આપી છે. જે અંતર્ગત એન.એચ.એ.આઈ.ના અધિકારીઓ, સંબંધિત એજન્સી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ટ્રાફિક પોલીસના અધિકારીઓને સાથે રાખીને રાજકોટ થી જેતપુર વચ્ચેના આ 67 કિલોમીટરના સિક્સ લેન હાઈવેના કામનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી જરૂૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે.

14 સ્થળોએ ક્રેન, 16 સ્થળે ટ્રાફિક માર્શલ મુકાયા, ક્ધટ્રોલ રૂમ પણ શરૂ

આ માર્ગ પર ટ્રાફિકના સુગમ સંચાલન માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક જામ થાય છે તેવા વિવિધ 14 જેટલા સ્થળો પર ક્રેન મૂકવામાં આવી છે તેમજ 16 જેટલા સ્થળો પર જામ નિવારવા ટ્રાફિક માર્શલ મૂકવામાં આવ્યા છે. જેનું કંટ્રોલ રૂૂમમાંથી સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ટ્રાફિક પોલીસને સાથે રાખીને ટ્રાફિકજામવાળા સ્થળો ઓળખીને તેમજ ખોટી દિશામાંથી વાહનોની અવરજવર અટકાવીને ત્યાં ટ્રાફિક સુગમ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો નેશનલ હાઈવે પરના ટ્રાફિકજામ અંગે ફરિયાદ કરી શકે તે માટે કંટ્રોલ રૂૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજમાર્ગ એપ્લિકેશનનો ઉપયોગ કરવા લોકોને કલેક્ટરની અપીલ
જિલ્લા કલેકટરેએ નાગરિકોને ખાડા તેમજ તૂટેલા માર્ગોની ફરિયાદ માટે ગુજમાર્ગ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકો રોડના ખાડા, તૂટેલા માર્ગો વગેરેની ફરિયાદો ફોટો સાથે આ એપ પર અપલોડ કરી શકે છે. આ ફરિયાદો તંત્ર સુધી ફરિયાદ પહોંચી જશે અને તંત્ર તેના પર તુરંત એક્શન લઈને ખાડા પૂરવા સહિતની કામગીરી કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot collectorrajkot newsRajkot-Jetpur highway
Advertisement
Next Article
Advertisement