For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંતે લાખાજીરાજ રોડ પર મનપા ત્રાટક્યું: ફેરિયા હટાવવાનો પ્રારંભ

03:50 PM Oct 18, 2024 IST | admin
અંતે લાખાજીરાજ રોડ પર મનપા ત્રાટક્યું  ફેરિયા હટાવવાનો પ્રારંભ

વેપારીઓને માલ દુકાનની અંદર રાખવા સૂચના, ફેરિયાઓને સ્કૂલના ખાલી પ્લોટમાં બેસવા દેવાશે

Advertisement

ગઈકાલે શાસકપક્ષ, ધારાસભ્યો અને વેપારીઓએ આપેલ ચીમકી બાદ તંત્ર જાગ્યું

રાજકોટ શહેરના વર્ષો જૂના લાખાજીરાજ રોડ ઉપર તમામ પ્રકારની વસ્તુઓ મળતી હોવાથી શહેરીજનો આ રોડ ઉપર કાયમી ખરીદી કરતા જોવા મળે છે. પરંતુ લાખાજીરાજ રોડની બજારોના રસ્તા સાંકડા હોવાથી અને ઉપરથી બન્ને સાઈડ ફેરિયાઓના દબાણો થવાથી વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા હતાં. અને ગઈકાલે ધારાસભ્ય તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનને સાથે રાખી વેપારીઓએ દિવાળી દરમિયાન છતાં ગ્રાહકોના ભારેધસારા સામે ફેરિયાઓના દબાણો હટાવવાની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા આજે જગ્યારોકાણ વિભાગની ટીમો આજે લાખાજીરાજ રોડ ઉપર ત્રાંટકી હતી અનેદબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Advertisement

રાજકોટની મુખ્ય બજાર તરીકે જાણીતા ધર્મેન્દ્રસિંહજી રોડ અને લાખાજીરાજ રોડ ઉપર પાથરણાવાળાઓનો ત્રાસ વધતોજતો હોય તેમજ વેપારીઓને તેમની સાથે કાયમ માથાકૂટ થતી હોય આજે વેપારી મંડળોએ કમિશનરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો કરી ત્રાસમાંથી છોડવવા માટે માગણી ઉઠાવી હતી. આ રજૂઆતોમાં રાજકોટ ટેક્ષટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશન, ધી રાજકોટ રેડિમેડ ગાર્મેટ મરચન્ટ એસોસિએશન, લાખાજીરાજ વેપારી એસોસિએશન વિગેરે જોડાયા હતા.

છેલ્લા 4 વર્ષથી વેપારીઓ દ્વારા પાથરણા બજારના ધંધાર્થીઓ સામે રજૂઆતો ચાલી રહીછે. અગાઉ દિવાળીના તહેવારોમાં નાના ધંધાર્થીઓને રોડ ઉપરદિવાળીના સમયે બેસવા દેવાતા હતા પણ બાદમાં દર રવિવારે અને હવે કાયમી ધોરણે ધંધાર્થીઓ રોડ ઉપર કબજો જમાવીને બેસી જતા હોય તેમજ વેપારીઓ સાથે માથાકૂટ પણ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે.

લાખાજીરાજ રોડ ઉપરના વિવિધ વેપારી સંગઠનો, ધર્મેન્દ્રસિંહજી રોડ ઉપરના વેપારીઓએ આજે કમિશનરને રજૂઆતો કરી ફેરિયા, પાથરણાવાળાનો ત્રાસ દૂર કરવા જણાવ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી ધંધાર્થીઓ આ લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રસિંહજી રોડ, દિવાનપરા રોડ સાંગણવા ચોક વિગેરે વિસ્તારોમાંથી પાથરણાવાળાઓને દૂર કરવા તેમજ ફેરિયાઝોન જાહેર કરવા માંગણી કરેલ પરંતુ આજ સુધી કામગીરી થયેલ નથી આથી હવે આ ત્રાસ દૂર નહીં થાય તો આંદોલનકરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જેના પગલે તંત્રએ આજે સવારથી જગ્યારોકાણ વિભાગનીગાડીઓ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર મોકલી પાથરણાવાળાઓને દૂરકરી દુકાનદારોને સામાન બહાર ન રાખવા સુચના આપી હતી. તેમજ નજીકની સ્કૂલમાં પાથરણાવાળાઓની જગ્યાફાળવવામાં આવશે તેવી બાહેધરી અપાઈ હતી.

પાથરણા વાળા પાસેથી ભાડુ કોણ લેતું!: તપાસ શરૂ
લાખાજીરાજ રોડ ઉપર પાથરણાવાળાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા વેપારીઓએ રજૂઆત કરેલ જેનાપગલે મનપાએ આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે.પરંતુ અમુલ લોકોેના જણાવ્યા મુજબ પાથરણાવાળાઓ પાસેથી દુકાનદારો જ ભાડુ ઉઘરાવી જાતે જ દબાણ કરાવતા હતાં. તેવી વિગત આવતા મનપાએ ખાનગી રાહે કેટલા દુકાનદારો ભાડુ ઉઘરાવતા હતા તેની પણ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement