For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંતે લાડાણીના પણ કેસરિયા, વિધિવત ભાજપમાં જોડાઇ ગયા

04:34 PM Mar 14, 2024 IST | Bhumika
અંતે લાડાણીના પણ કેસરિયા  વિધિવત ભાજપમાં જોડાઇ ગયા

માણાવદર વિધાનસભા બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ આજે વિધિવત ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા હતા. કેશોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી આજે ભાજપમાં જોડાઇ ગયા હતા.

Advertisement

લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના કુલ છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણી, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુર બેઠકના કોંગી ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા.

જે પૈકી અરવિંદ લાડાણી સિવાયના તમામ પૂર્વ ધારાસભ્યોએ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. દરમિયાન આજે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ જુનાગઢ જીલ્લાના પ્રવાસે છે. ત્યારે કેશોદ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરવિંદભાઇ લાડાણીના ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાત વિધાનસભાની વિસાવદર, ખંભાત, વિજાપુર, વાઘોડીયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો માટે પેટા ચુંટણી યોજાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement