રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બ્રાસઉદ્યોગમાં કરોડોના B2B ચેનલના કૌભાંડનો આખરે અંત

12:13 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આ મામલો ઘણાં સમયથી ધૂંધવાતા’તો, આખરે અન્ય સ્ક્રેપ ડીલરોએ તાજેતરમાં મિટિંગ કરી આ B2Bનું શટર પડાવી દીધું

બ્રાસ B2Bના કારણે ઉદ્યોગકારોને 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો લેટર વાઇરલ

છેલ્લા 3-4 વર્ષથી એક ખાનગી વ્યક્તિ સોશિયલ મીડિયા મારફતે આ સ્ક્રેપનો ભાવ નક્કી કરતો હતો !

અબજો રૂૂપિયાના બ્રાસ ઉદ્યોગને કારણે દાયકાઓથી જામનગર શહેર સમગ્ર વિશ્વમાં બ્રાસ સિટી તરીકે પ્રખ્યાત છે, નવાઈની વાત એ છે કે, આ ઉદ્યોગમાં બ્રાસસ્ક્રેપનો ભાવ નક્કી કરવાની કોઈ સ્ટાન્ડર્ડ બેંચમાર્ક સિસ્ટમ ન હોવાથી આ બાબતે કુંડાળાઓ ચીતરનારાઓને મોજ પડી જતી હોય છે. આ પ્રકારનું એક B2B કૌભાંડ આ ઉદ્યોગમાં ઘણાં સમયથી ધમધમતું હતું. જેનો આખરે અંત આવ્યો છે.

અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, તાજેતરમાં કેટલાંક બ્રાસ સ્ક્રેપ ડીલરોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જાહેરાત થઈ કે, હવેથી કોઈએ બ્રાસ સ્ક્રેપનો ભાવ B2Bના આધારે નક્કી કરવાનો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 3-4 વર્ષથી B2B નામનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટેલિગ્રામ ચેનલ) રોજ બ્રાસ સ્ક્રેપનો ભાવ નક્કી કરતું. આ ભાવના આધારે સમગ્ર ઉદ્યોગનગરમાં બ્રાસ સ્ક્રેપના સોદા પડતાં, કરોડો રૂૂપિયાના બ્રાસ ભંગારની લેતીદેતીઓ થતી. કારણ કે, બ્રાસ ઉદ્યોગના આશરે 28-30 હજારથી વધુ ધંધાર્થીઓ આ B2B ના ભાવો સાથે નેટવર્કિંગથી સંકળાયેલા હતાં.

સોશિયલ મીડિયા પર આ B2B પ્લેટફોર્મ ચલાવનાર માણસ ઉસ્તાદ હતો. તેણે આટલાં લાંબા સમય દરમિયાન કયારેય પોતાનો ફોન નંબર પણ જાહેર કર્યો ન હતો. આ શખ્સના બે વોટ્સએપ નંબર પર પણ કોલ થઈ શકતો ન હતો. ચર્ચાઓ એવી પણ છે કે, B2B પ્લેટફોર્મ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ધમધમાવનાર આ શખ્સ માત્ર મહોરું હતો. તેની પાછળ બ્રાસ સ્ક્રેપના કેટલાંક મોટા ડીલર હતાં. આ ડીલરો આ મહોરાંના માધ્યમથી જામનગરમાં બ્રાસ સ્ક્રેપની માર્કેટને દોડાવતાં, ઉંચે લઈ જતાં, નીચે લાવતાં અને જરૂર પડે ત્યારે ઉભી પણ રાખી દેતાં.

આ આખી રમત કરોડો રૂપિયાની હતી કારણ કે, બ્રાસ સ્ક્રેપનો સ્ટાન્ડર્ડ ભાવ નક્કી કરવાની કોઈ પદ્ધતિ દાયકાઓથી આ ઉદ્યોગમાં કોઈએ વિકસાવી નથી. આથી સ્ટાન્ડર્ડ ભાવની ગેરહાજરીમાં સટ્ટાબાજો આ પ્રકારના B2B પ્લેટફોર્મની મદદથી બ્રાસ સ્ક્રેપ બજારને નચાવી શકે, એવી સ્થિતિ છે. જામનગરમાં આવું ઘણાં સમય સુધી ચાલ્યું, આ દરમિયાન બ્રાસ સ્ક્રેપના ડીલરોના બે શક્તિશાળી જૂથો વચ્ચે આ B2B પ્લેટફોર્મ મામલે લાંબો સમય ધૂંધવાટ રહ્યો. આખરે તાજેતરમાં બ્રાસ સ્ક્રેપ ડીલરોના એક શક્તિશાળી જૂથે આ B2B પ્લેટફોર્મને જામનગરમાંથી પભગાડીથ દીધું હોવાનું ઉદ્યોગ વર્તુળમાં જાહેર થઈ ગયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી બ્રાસ ઉદ્યોગમાં આ પ્રકારનો ખેલ ચાલતો રહ્યો. બ્રાસ સ્ક્રેપના હજારો ખરીદદાર ઉદ્યોગકારોનું બ્રાસ સ્ક્રેપ ભાવના મુદ્દે આર્થિક શોષણ થતું રહ્યું. એક અર્થમાં લૂંટ ચાલતી રહી. આ સમય દરમિયાન હજારો ઉદ્યોગકારોના આર્થિક હિતોની ન કોઈએ ચિંતાઓ કરી, ન કોઈએ રખેવાળી કે રક્ષણ કર્યું. આખરે કેટલાંક બ્રાસ સ્ક્રેપ ડીલરોએ હિંમત દેખાડી આ પદલાલથને ઉદ્યોગમાંથી ઉભી પૂંછડીયે ભગાડી દીધો છે, જેની સમગ્ર ઉદ્યોગજગતમાં ભારે ચર્ચાઓ છે.

Tags :
B2B channel scambrass industrygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement