For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંતે ગુટલીબાજ શિક્ષકો સામે પગલાં ભરાયા, બનાસકાંઠામાં નવ સસ્પેન્ડ

05:08 PM Aug 21, 2024 IST | Bhumika
અંતે ગુટલીબાજ શિક્ષકો સામે પગલાં ભરાયા  બનાસકાંઠામાં નવ સસ્પેન્ડ
Advertisement

બનાસકાંઠા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે 9 શિક્ષકો સતત ગેરહાજર રહે છે. આ 9 શિક્ષકોને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી હતી અને ફરજ પર હાજર થવા આદેશ કર્યો હતો.નોટિસ આપવા છતાં હાજર ન થતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.

Advertisement

રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement