ગોંડલને ગાંડું કરનાર બન્ને જૂથો સામે અંતે ફરિયાદ
કથીરિયા જૂથના વાહનોમાં તોડફોડ અંગે ગણેશ જૂથના ટોળા સામે ગુનો, 10ની ધરપકડ
ગણેશના સમર્થકો ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાની વળતી ફરિયાદ
અલ્પેશ કથિરિયાના કાફલાનો ઠેર-ઠેર વિરોધ કરાતાં અરાજકતા જેવો માહોલ
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે સામસામે બે જૂથો વચ્ચે થયેલા વિવાદે ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે, જેના પરિણામે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં રાજકીય અગ્રણીઓની ભલામણો અને અસમંજસ વચ્ચે આખરે પોલીસે ગુના દાખલ કર્યા છે અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. બપોરથી જ આ મામલે બંને પક્ષના રાજકીય અગ્રણીઓ દ્વારા પોલીસ પર ભલામણોનું દબાણ યથાવત હતું. અનેક અસમંજસ અને દ્વિધા વચ્ચે આખરે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે બંને પક્ષની ફરિયાદ દાખલ કરી ગણેશજૂથના 10 શખ્સોની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે.
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકાર પક્ષે એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કિરાજ સિંહ, નિલેશ ચાવડા તેમજ અજાણ્યા માણસોના ટોળા વિરુદ્ધ નોંધાઈ છે. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં તોડફોડ અને નુકસાન કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે પુષ્પરાજ વાળા, નિલેશ ચાવડા સહિતના કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
બીજી બાજુ, ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ જાડેજાના એક સમર્થક દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ એક બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ નોંધાઈ છે. ફરિયાદ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 110 મુજબ નોંધાવવામાં આવી છે, જે હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બ્રેઝા કારના ચાલક દ્વારા જાણીજોઈને, ટોળું ઊભું હોવા છતાં, સ્પીડથી કાર હંકારીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમ ગોંડલમાં સ્થાનિક રાજકીય જૂથો વચ્ચેના તણાવ અને સમયાંતરે સર્જાતી ઘર્ષણની સ્થિતિને દર્શાવે છે. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલ્પેશ કથીરિયા નાં કાફલાને ગણેશ નાં સમર્થકો નો જબરો વિરોધ સહેવો પડ્યો હતો.ઠેરઠેર અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવતા બેનરો સાથે મોટી સંખ્યા મા રોડ પર ઉતરી આવેલા મહીલાઓ સહિત નાં લોકોએ અલ્પેશ કથીરિયાનાં કાફલાને રોકવા નારાબાજી કરી પ્રયત્ન કર્યા હતા.આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળા એ અલ્પેશ નાં કાફલામાં સામેલ ગાડીઓ નાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો.આ સમયે પત્થરબાજી પણ થઇ હતી.
સમય પારખી અલ્પેશ કથીરિયા પોતાનો રુટ બદલાવી પ્રતિમાઓને હારતોરા કરી ખોડલધામ જવા રવાના થઇ ગયા હતા.ઞણેશ જાડેજા નાં સમર્થકો ઠેરઠેર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હોય અલ્પેશ કથીરિયા રાજમાર્ગોપર ફરી શક્યા હતા નહી.અલ્પેશ કથીરિયાએ ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે.એ સાબીત થયાનુ અને જયરાજસિંહ જાડેજાએ આ જનતાનો જવાબ હોવાનુ મિડીયાને જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ કથીરિયા,જીગીશાબેન પટેલ દ્વારા જયરાજસિંહ જાડેજાનાં પરીવાર ની ટીક્કા ટિપ્પણીઓ સાથે ગોંડલ માં ગુંડારાજ ચાલી રહ્યાનાં આક્ષેપો સોશ્યલ મિડીયામાં કરાઇ રહ્યા હતા.
અલ્પેશ કથીરિયાની ગોંડલ મુલાકાત ને લઇ ને ગોંડલ માં ઉતેજના નો માહોલ છવાયો હતો.ઞણેશ ગોંડલ નાં સમર્થકો શનિવાર રાત થી જ એકઠા થઇ અલ્પેશ કથીરિયાનો વિરોધ દર્શાવવા આક્રમક બન્યા હોય ગોંડલ માં જીલ્લાભર ની પોલીસ નો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.
અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પંહોચ્યો ત્યારે તેની સાથે યુદ્ધ એજ કલ્યાણ ગૃપ નાં લોકો જોડાયા હતા.પરંતુ અલ્પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશ નાં સમર્થકોનો ભારે સામનો કરવો પડ્યો હતો.પોલીસ નો બંદોબસ્ત હોવા છતા સમર્થકોએ અલ્પેશ કથીરિયાની ગાડી રેકી હાયહાય નાં સુત્રોચારો સાથે હલ્બાબોલ કરી મુકતા પેલીસે મહામહેનતે અલ્પેશ નાં કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પંહોચાડ્યા હતા.દરમિયાન અલ્પેશ કથીરિયાની ગાડી સહિત અન્ય ગાડીઓ નાં કાચ ફોડાયા હતા.અને પત્થરબાજી થઇ હતી.
આશાપુરા મંદિરે દર્શન કરી અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, ધાર્મિક માલવીપા સહિત કાફલો અક્ષર મંદિર પંહોચ્યો હતો.જ્યાં ગણેશ નાં સમર્થન માં ઉમટેલી મહીલાઓ એ નારાબાજી કરી કાફલાને અટકાવ્યો હતો.મહીલાઓ ને ખદેડી અલ્પેશ નાં કાફલાને અક્ષર મંદિર પંહોચાડવામાં પોલીસ ને પરસેવો વળી ગયો હતો.
અક્ષર મંદિર થી જયરાજસિંહ જાડેજાનાં નિવાસસ્થાન અને ત્યાંથી લઈ મુખ્ય રાજમાર્ગોપર કોલેજચોક સુધી મહીલાઓ સહિત ગણેશ જાડેજાનાં સમર્થકોનાં ટોળા ઉમટી પડ્યા હોય રોડ બ્લોક થવાથી અલ્પેશ કથીરિયાનાં કાફલ઼એ રુટ બદલી ખટારાસ્ટેન્ડ ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી ફુલહાર કર્યા હતા.ત્યાંથી જેલચોક પંહોચી શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરી જેતપુર રોડ ત્રણ ખુણીયા એ પંહોચી સરદાર પટેલ ની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.અહી ગણેશ નાં સમર્થકો પંહોચી જતા માહોલ ગરમાયો હતો.
જપાજપી ની ઘટના પણ બની હતી. બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, ધાર્મિક માલવીયા સહિત નો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો. અલ્પેશ કથીરિયાને લોકો વચ્ચે આવી સંબોધન નો મોકો મળ્યો ના હતો.પરંતુ મિડીયા સામે તેમણે કહ્યુ કે લોકશાહી માં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસાગીરી થઇ રહીછે.રેલીને રોકવાનો, લોકોને માર મારવાનો અને પોલીસ ની હાજરીમાં ગાડીઓ પર હુમલા કરવા ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું એ આજ સાબીત થયુછે.
સ્વાભિમાન પર આંગળી ઉઠાવાશે ત્યારે ગોંડલ ચોક્કસ આવીશુ. પત્રકારો એ અલ્પેશ ને પ્રશ્ર્નોતરી કરીકે પાટીદાર મુખ્યમંત્રીછે. ગોંડલ રાજકોટ માં પાટીદાર સાંસદ છે.તો પાટીદારો કેમ ભય માં? આ વેળા અલ્પેશ કથીરિયાએ ફેરવી તોળ્યુ કે ગોંડલ માં ફક્ત પાટીદારોની વાત નથી અઢારે આલમની વાત છે.માત્ર કોઇ એક સમાજ ની વાત નથી.તેમણે કહ્યુ કે ગોંડલ ની પ્રજા પીડા ભોગવી રહીછે.તે જાણવા નો પ્રયાસ છે.
અણવરને બદલે વરરાજા બની લડવા આવજો, પ્રજા જવાબ આપશે: જયરાજસિંહ જાડેજા
આ ઘટના બાબતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલની પ્રજાએ અલ્પેશ કથિરિયાને જાકારો આપી જવાબ આપી દીધો છે. આ ટોળકી ચૂંટણી પહેલા પાળ બાંધવા આવ્યા હતા અલ્પેશ કથિરિયા ભાજપમાં હોવા છતાં ગોંડલમાં ભાજપનું વાતાવરણ બગાડવા આવ્યા હતા આ મામલે ભાજપ હાઈકમાન્ડને ફરિયાદ કરીશ વધુમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલની જનતામાં આક્રોશ હતો અને તે અલ્પેશ સહિતના ટોળકીને સમજાઈ ગયું હશે 2027ની ચૂંટણીને હજુ વાર છે જ્યારે 10 મહિના બાદ નગરપાલિકા, યાર્ડ અને પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે અલ્પેશ સહિતના નેતા અણવરને બદલે વરરાજા બની ચૂંટણી લડવા આવજો પ્રજા તમને સાચો જવાબ આપશે.
જ્ઞાતિવાદી માનસિકતા ધરાવનારાઓને ગોંડલની જનતાએ જાકારો આપ્યો: ગણેશ જાડેજા
ગણેશ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગોકુળિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધાય કાળા વાવટા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છે. ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા. શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગોંડલની જનતા સ્વયંભુ રીતે 18એ વર્ણના લોકો આજ રોડ ઉપર નીકળ્યા છે. જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને ગોંડલને ખરાબ રીતે મિર્ઝાપુર રીતે સંબોધ કરતા લોકોની સામે વિરોધ પ્રદર્શનમાં ગોંડલના લગભગ 15 થી 17000 યુવાનો માતાઓ બહેનો સ્વયંભુ રીતે આ લોકોને જવાબ દેવા માટે ગોંડલમાં નીકળ્યા છે. આ મારીને મારી વાત પ્રત્યેનો ગોંડલની જનતાનો પ્રેમ છે ગોંડલની જનતાના 18 વરણના લોકોના આશીર્વાદ છે અને આજના દિવસે ગોંડલની જનતાએ સ્પષ્ટ રીતે બતાવી દીધેલું છે કે ગોંડલની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી. સ્વયંભુ ગોંડલ એક ટીમ ગોંડલ તરીકે આજ મેદાનમાં નીકળી છે. જ્ઞાતિવાદી માનસીકતા ધરાવનારાઓને ગોંડલની જનતાએ જાકારો આપ્યો છે.
ગોંડલની ઘટના ભાજપની ગેંગવોર : વિપક્ષ નેતા અમિત ચાવડા
કોંગ્રેસનાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગોંડલ માં આવેલા વિધાનસભાનાં વિપક્ષી નેતા અમીત ચાવડાએ કહ્યુ કે રાહુલ ગાંધી બીજી આઝાદી ની લડાઇ લડી રહ્યાછે.ભાજપવાળા કાળા અંગ્રેજો છે.ગુજરાત માં અંગ્રેજ સાશન ચાલેછે. રાહુલ ગાંધીએ મોદીની આંખ માં આંખ મિલાવી કહ્યુ કે 2027 માં ગુજરાત માં ભાજપને હરાવીશુ અને ગુંડારાજ ખત્મ કરીશુ. અમીત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ ે ભાજપ નાં પાપ નો ઘડો ભરાઇ ગયોછે.ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે.લોકો ધરાઇ ગયાછે.કોંગ્રેસ તરફ આશા રાખી બેઠાછે.
ગોંડલમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે: યતિષ દેસાઈ
યતિષભાઈ દેસાઈ એ ગોંડલ માં અલ્પેશ કથીરિયાની રેલીને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ કોંગ્રેસ નુ કાવતરુ હોવાનુ કહ્યુ હોય તે અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે જયરાજસિહ તમે પુત્ર પ્રેમ મુકી ગોંડલ પ્રત્યે ધ્યાન આપો.અને કોંગ્રેસ ને બદનામ કરવાનુ બંધ કરો.સંગઠન સૃજન અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠક માં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ વસોયા, રાજસ્થાન નાં સાંસદ હરિશ્ર્ચંદ્રસિંહ મીણા,માજી મંત્રી ડો.વારોતરીયા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.