રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગવરીદળ ગામે લગ્નમાં આપેલા પૈસાના ડખામાં તલવાર, પાઈપ, ધોકા વડે મારામારી : 4 ઘવાયા

04:21 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા ગવરીદળ ગામે લગ્નમાં આપેલા પૈસા બાબતે સાઢુભાઈ-સાઢુભાઈ પરિવાર વચ્ચે ડખ્ખો થતાં તલવાર, ધોકા અનેપાઈપ વડે મારામારી થઈ હતી જેમાં મહિલા સહિત ચાર લોકો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ં આ અંગે પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ગવરીદળ ગામે આયોસીની પાછળ રહેતા હેમત રણજીતભાઈ મકવાણા ઉ.વ.19 નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાબરા ગામે રહેતા તેના માસા મુકેશ જીણાભાઈ જિલિયા, પરેશ મુકેશભાઈ જિલિયા, પવુબેન મુકેશભાઈ અને ભરત વલ્લભભાઈઉધરેજિયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના લગ્ન આરોપી મુકેશભાઈના ભાઈની દિકરી પાયલ સાથે કરાવ્યા હોય અને લગ્ન સમયે ફરિયાદીએ આરોપી મુકેશભાઈને રૂા. 2.70 લાખ આપેલ હોય લગ્ન બાદ ફરિયાદીની પત્ની દોઢેક મહિનો રહ્યાબાદ રિસામણે ચાલી ગઈ હોય જેથી ફરિયાદીએ લગ્ન સમયે આપેલા પૈસા પરત માંગતા આરોપીઓએ ઝઘડો કરી લોખંડના પાઈપ, તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના પિતા રણજીતભાઈ ઉર્ફે રાણાભાઈ મકવાણા ઉ.વ. 50, ફરિયાદીના ફઈનો દિકરો હકાભાઈ અને ફરિયાદીની માતાને ઈજા થતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આરોપીઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસે ચારેય આરોપીઓ સામે હુમલો અને ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષે બાબરા ગામે કરિયાણા રોડ પર રહેતા મુકેશભાઈ જીણાભાઈ જીલિયા ઉ.વ.44એ વળતી ફરિયાદ નોંધાવતા આરોપી તરીકે તેના સાઢુભાઈ રણજીત ઉર્ફે રાણા હકાભાઈ મકવાણાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નસમયે આરોપીએ પૈસા આપેલા હોય અને આ લગ્ન સબંધ કરાવવામાં તેઓ વચ્ચે રહ્યા હોવાથી આરોપીએ તેની પાસે પૈસાની ઉઘરાણી કરતા તેઓ સમાધાન માટે ગઈકાલે રાત્રે સાઢુભાઈના ઘરે આવ્યા હતાં ત્યારે આરોપીએ ‘આજે તો તારે પૈસા આપવા જ પડશે પૈસા આપ્યા વગર હું તને જીવતો નહીં જવા દઉ’ તેમ કહી ઘરમાંથી તલવાર લઈ આવી હુમલો કરતા તેના સાળા ભરતભાઈને ઈજા થઈ હતી આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement