પરાપીપળિયામાં વાડીએ પાળો બનાવવા મામલે માથાકૂટ, ભત્રીજા પર કૌટૂંબિક કાકા સહિતનાનો હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇને પણ માર માર્યો
જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં વાડીના સેઢા પર પાળો બનાવવાની બાબતે રેલનગરમાં અમૃતવિલા બ્લોક નમ્બર-03માં રહેતા વિજયભાઈ ઉર્ફે મુન્નાભાઈ નવધણભાઈ કોઠીવાળ(ઉ.વ.40)પર તેમના કાકા પરબત મુળુ કોઠીવાડ અને તેમના સાગરીત ધવલ ભાનું કોઠીવાડ,હરદેવ ભાનું કોઠીવાડ અને જાગુબાઈ પરબત કોઠીવાડનું નામ આપતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ખેતીકામ તથા ટ્રાન્સ્પોટીંગનુ કામ કરૂૂં છું. મારા કૌટુંબિક કાકા પરબતભાઈ મુળુભાઈ કોઠીવાળ છે. અમારી વાડી પરાપીપળીયા સર્વે નંબર ખાતે આવેલ છે. મારી વાડીની બાજુમાં મારા કૌટુબિક કાકા પરબતભાઈની વાડી આવેલ છે.ગઈકાલ સવારના હું મારા ઘરેથી ઈશ્વરીયા મહાદેવ ખાતે જતો હતો આ દરમ્યાન મારા જે.સી.બી.ના ડ્રાઈવર જગાભાઈ ઉર્ફે જગો જોગરાણાનો મને ફોન આવેલ કે કાકા પરબતભાઈ કોઠીવાળ આવેલ છે અને પાળો કરવાની ના પાડે છે.જેથી હું મારી ફોર્ચ્યુનર કાર લઈને પરાપીપળીયા એઈમ્સ હોસ્પિટલ પાસે મારી વાડીના શેઢા પાસે જે.સી.બી. ચાલતુ ત્યાં ગયેલો બાદ મેં મારા કૌટુંબિક કાકા પરબતભાઈ કોઠીવાળને કહેલ આ પાળો તમારામાં આવતો નથી.આ પાળાથી તમારો રસ્તો દૂર છે તેમ કહેતા આ મારા કૌટુંબિક કાકા પરબતભાઈ કોઠીવાળ એકદમ ઉશ્કેરાયેલ અને મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને બોલાચાલીનો અવાજ થતા મારી હોટલ બાજુમાં આવેલ છે.
ત્યાંથી રસીકભાઈ ડાયાભાઈ પરમાર આવેલ અને આ દરમ્યાન મે બોલાચાલી કરવાની ના પાડતા મને આ પરબતભાઈ કોઠીવાળએ ગાળો આપેલ અને પથ્થર લઈ મારી ફોર્ચ્યુનર કાર ઉપર મારેલ અને નુકશાન કરેલ આ દરમીયાન ધવલભાઈ ભાનુભાઈ કોઠીવાળ ધોકો લાકડાનો લઈને આવેલ અને મને માર મારેલ આ દરમ્યાન હરદેવભાઈ ભાનુભાઈ કોઠીવાળ પથ્થર લઈને આવેલ અને મારી કારને નુકશાન કરેલ અને જાગુબાઈ પરબતભાઈ કોઠીવાળે મને ગાળો આપેલ આમ આ ચારેય મારી સાથે ઝઘડો કરતા હોય જેથી રસીકભાઈ ડાયાભાઈ પરમાર વચ્ચે આવતા આ બચાવવા આવતા રસીકભાઈને પણ પરબતભાઈ મુળુભાઈએ માથાના કપાળે સામાન્ય માર મારેલ હોય અને મને ઢીકાપાટુ નો મુંઢ માર તથા મને ગાળો દેવા લાગેલ હતા મને ધોકા વડે પણ મુંઢ માર મારેલ હોય અને મને મુંઢ ઈજા થતા આમારી સાથેના રસીક ડાયાભાઈ પરમાર મને એઈમ્સ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયેલો અને મારી સાથેના રસીકભાઈને પણ ઇજા થઇ હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.