For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિભૂતિપાર્કમાં મકાન મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી : બંનેને ઈજા

04:30 PM Jul 11, 2024 IST | admin
વિભૂતિપાર્કમાં મકાન મુદ્દે કાકા ભત્રીજા વચ્ચે મારામારી   બંનેને ઈજા

યુવક અને પ્રૌઢને સારવાર માટે ખસેડાયા

Advertisement

શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલા કનૈયા ચોકમા મકાન મુદ્દે કાકા ભત્રીજા વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કાકા ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા વિભૂતિ પાર્કમાં રહેતા જયેશભાઈ રમેશભાઈ ચૌહાણ નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં વચ્છરાજનગર કનૈયા ચોક પાસે હતો ત્યારે તેના કાકા લાખાભાઈ મોહનભાઈ ચૌહાણએ ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર માર્યો હતો.

Advertisement

જ્યારે વળતા પ્રહારમાં લાખાભાઈ મોહનભાઈ ચૌહાણ (ઉ.વ.45) ઉપર તેના ભત્રીજા જયેશ, અમિત અને તેના પિતરાઇ ભાઈ રમેશે પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. મારામારીમા ઘવાયેલા કાકા ભત્રીજાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક ભત્રીજા વચ્ચે મકાન બાબતે ચાલતી અદાવતમાં બંને પરિવાર વચ્ચે મારા મારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement